અલ્ટીમેટમ:મહેસાણામાં બંધ સ્ટ્રીટલાઇટની ફરિયાદો 2 દિવસમાં સોલ્વ કરવા કંપનીને નોટિસ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇ.ઇ.એસ.એલ એજન્સીને પાલિકાએ અલ્ટીમેટમ આપ્યું
  • ​​​​​​​પાલિકાને ફાળવાતી ગ્રાન્ટમાંથી સ્ટ્રીટલાઇટ એજન્સીને ચુકવણુ ન કરવા જીયુડીસીને પત્ર

મહેસાણામાં છેલ્લા 20 થી 30 દિવસ દરમ્યાન અલગ અલગ વિસ્તારમાં કુલ 120 જેટલી સ્ટ્રીટલાઇટ બંધ હોવાની ફરીયાદો ઉઠી છે. જેમાં ઇ.ઇ.એસ.એલ એજન્સીએ સમયસર મટેરીયલના અભાવે ફરીયાદોનું નિવારણ ન થતાં જાહેર રોડ ઉપર અંધારપટ્ટ જેવી ફરીયાદો ઉઠતી હોય છે. ત્યારે બે દિવસનું અલ્ટીમેટમ આપતી નોટીશ અપાઇ છે. મહેસાણામાં એપ્રીલ 2017 થી સાત વર્ષના કરારથી ઇ.ઇ.એસ.એલ અેજન્સી દ્વારા જાહેર રોડની સ્ટ્રીટલાઇનનું મેઇન્ટેનન્સની તમામ કામગીરી કરવામાં આવે છે.છેલ્લા 30 દિવસથી એજન્સી તરફથી બંધ સ્ટ્રીટલાઇટની ફરીયાદ સોલ્વ કરવામાં આવી નથી.

જેથી તમામ પેન્ડીગ ફરીયાદ બે દિવસમાં સોલ્વ કરવામાં આવે નહિ તો પાલિકા જાતે જ સ્ટ્રીટલાઇટની ફરીયાદનું નિવારણ કરશે અને તેનો ખર્ચ એજન્સીના બીલમાંથી કપાત કરશે અને પાલિકા કોઇ બીલનું ચુકવણુ કરશે નહી તેવી નોટીસ એજન્સીને ફટકારી છે.જીયુડીસીના એમ.ડીને પાલિકાએ પત્ર કર્યો છે કે સ્ટ્રીટલાઇટ ચાલુ-બંધ કરવાના સમય પણ બદલતા ન હોઇ પાલિકાને ફાળવાતી સરકારી ગ્રાન્ટમાંથી એજન્સીને કોઇપણ પ્રકારનું ચુકવણુ કરવુ નહી.

અન્ય સમાચારો પણ છે...