કાર્યવાહી:શહેરના રાધનપુર રોડથી બાહુબલી તરફ માર્ગના દબાણો દૂર કરવા 56 ને નોટિસ

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અગાઉ આધાર પુરાવા રજુ કરવા પાલિકાએ કાર્યવાહીની નોટિસ આપી હતી

મહેસાણા નગરપાલિકા દ્વારા રાધનપુર રોડ થી બાહુબલી સોસાયટી તરફ જતાં માર્ગમાં જાહેર રસ્તા પૈકીની જગ્યામાં રહેણાક, કોમર્શિયલના ઓટલા, કમ્પાઉન્ડવોલ વગેરે પાકા દબાણો થયેલા હોઇ આ દબાણો દૂર કરવા 56 મિલ્કતધારકોને બાંધકામના આધાર પુરાવા રજૂ કરો નહી તો સાત દિવસમાં બિન અધિકૃત દબાણો દુર કરવાની ફરજ પડશે તેવી નોટિસ ફટકારવામાં આવી છે.અત્રે ઉલ્લેખનિય છે કે, આ માર્ગમાં દબાણો મામલે આ અંગેની નોટિસ નગરપાલિકામાં ગત ટર્મના સત્તાધિશો વખતે પણ ફટકારવામાં આવી હતી.

હવે વર્તમાન ભાજપ શાસિત ટર્મમાં નોટિસનો ગંજીપો ચિપાયો છે પરંતુ અગાઉ નોટિસ પછી દબાણો ઠેરના ઠેર રહેતાં નગરપાલિકા તંત્ર માત્ર નોટીસ પૂરતી કાર્યવાહીમાં સમેટાયુ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.નગરપાલિકા દ્વારા રાધનપુર રોડ થી પ્રેમનગર, ગણેશનગર ,અક્ષરપુરુષોત્તમ, બાહુબલી સહિત સોસાયટીઓ તરફના જાહેર માર્ગમાં ઘણાએ ઓટલા, કમ્પાઉન્ડવોલ, શેડ વગેરે ગેરકાયદેસર બાંધકામ કર્યા છે. ઁત્યારે નોટિસ મળ્યેથી તે અંગેના આધાર પુરાવાઓ રજુ કરવા અન્યથા સત્તાના આધારે નોટિસ મળ્યેથી સાત દિવસની સમયમર્યાદા બાદ બિનઅધિકૃત દબાણો દુર કરવાની ફરજ પડશે.

તે અંગેની સંબધી જવાબદારી જેતે દબાણકર્તાની રહેશે અને ખર્ચ તેમના શીરે રહેશે.અત્રે ઉલ્લેખનિય છે કે, નગરપાલિકાની ગર્ત ટર્મના શાસકો વખતે પણ આ જાહેર રસ્તા પૈકીના પાકા દબાણો દૂર કરવા નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ ત્યાર પછી આગળની કાર્યવાહી અધ્ધરતાલ રહી છે.ત્યાં આ જ પ્રકારની ફરી નોટિસ ફટકારવામાં આવી છે.નગરપાલિકા દ્વારા ચોક્કસ રસ્તા પૈકીની કેટલી જગ્યા દબાણમાં છે તે સ્પષ્ટ કરીને કાર્યવાહી કરવાનું અધ્ધરતાલ રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...