મહેસાણા શહેરમાં રોડ રસ્તા તેમજ ગટર લાઇન મરામતના કામો છેલ્લા ઘણા સમયથી વિલબિંત થતી હોવાની રાડ ઉડતાં વાર્ષિક ધોરણે રસ્તાના કામ કરતી અલગ અલગ ત્રણ એજન્સી તેમજ ભૂગર્ભ ગટરની મરામતની એજન્સીને પાલિકા દ્વારા નોટિસ ફટકારીને ત્રણ દિવસમાં અધૂરા કામો પૂર્ણ કરો નહી તો દંડકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયુ છે. નગરપાલિકા હદ વિસ્તારમાં વાર્ષિક ધોરણે રૂ. 13956861 મર્યાદામાં ઘનશ્યામ કન્સટ્રકશનને કામ સોંપાયેલુ છે. જેમાં કામગીરી પ્રમાણે કોન્ટ્રાક્ટરને ચૂકવણુ કરવાની જોગવાઇ મુજબ પાલિકા સુચિત કામો આ એજન્સીએ કરવાના થાય છે.
ભૂગર્ભ ગટર કમિટી ચેરમેન સંજયભાઇ બ્રહ્મભટ્ટે કહ્યું કે, હાઇવે ર્ડા. મિતેષ પટેલના દવાખાના સામે ગટરલાઇન દબાયેલી હોઇ ગંદુ પાણી ઉભરાવાની સમસ્યાનો નિકાલ થયો નથી, સોનીવાડામાં છ મહિના કરવા વધુ સમયથી ગટરલાઇન તૂટેલી છે. વ્યાસના મહોલ્લામાં ગટરની કુંડીઓ ઊચી કરવામાં ન આવતા ચોમાસામાં નિચાણના ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ શકે છે. નીચા ભાટવાડામાં જર્જરીત કુંડીઓ બદલવા અંગે કહ્યુ છે, ગંગાસાગર સોસાયટી પટેલનગર સોસાયટી આગળ પણ ગટરની સમસ્યા સર્જાયેલી છે
પરંતુ વાર્ષીક ધોરણે કામ કરતી એજન્સી દ્વારા કામ શરૂ ન કરાતાં આ અંગે ઇજનેર અને સી.ઓ સમક્ષ રજુઆત કરી છે અને એજન્સીને નોટીસ અપાઇ છે. જ્યારે બાંધકામ શાખાના સુત્રોએ કહ્યુ કે, 5 લાખની મર્યાદામાં અને 5 લાખથી વધુ રકમના યુનિટ રેટમાં રોડ રસ્તાના કામો માટે અલગ અલગ ત્રણ એજન્સીને વાર્ષીક ધોરણે કામગીરી અપાયેલી છે,જેમાં કામ પ્રમાણે ચૂકવણુ કરવામાં આવતુ હોય છે.
આ ત્રણેય એજન્સીને કુલ રૂ. 5 કરોડની મર્યાદામાં વાર્ષીક ધોરણે કામ સોપાયુ છે.જેમાં અલગ અલગ 15 જગ્યાએ યુનિટ રેટમાં રોડ બનાવવા તેમજ મરામતને લગતા કામો શરૂ ન થતાં જનક કન્સ્ટ્રક્શન, કનુભાઇ જે. પટેલ અને કે.બી. વણઝારા એમ ત્રણેય એજન્સીને નોટીસ ઇસ્યુ કરાઇ છે.
127 દિવસમાં પાલિકાને વોટ્સએપમાં 557 ફરિયાદો મળી, 12નો નિકાલ બાકી | |||
શાખા | ફરિયાદ | નિકાલ | બાકી |
સ્ટ્રીટલાઇટ | 151 | 146 | 5 |
ભૂગર્ભગટર 257 | 257 | 7 | |
વોટરવર્કસ | 59 | 59 | 0 |
સેનેટરી | 59 | 59 | 0 |
બાંધકામ | 37 | 37 | 0 |
ગેરેજ | 1 | 1 | 0 |
સિટીબસ | 11 | 11 | 0 |
ફાયર | 3 | 3 | 0 |
કુલ | 578 | 557 | 12 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.