તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં આજેપણ કોરનાનો એકપણ નવો કેસ નહીં, આજે નવા 2856 સેમ્પલ લેવાયા

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંભવિત ત્રીજી લહેરને લઈને સેમ્પલ લેવામાં વધારો કરાયો

મહેસાણા જિલ્લામાં હાલ કોરોનાનું સંક્રમણ સંપૂર્ણ કાબૂમાં છે. છેલ્લા પંદર દિવસ દરમિયાન જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે આજે પણ કોઈ કેસ ન આવતા જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા 1 રહી છે.

જિલ્લામાં ગઈગકાલે 3008 સેમ્પલ લેવામા આવ્યા હતા. જેના પરિણામ આજે આવતા તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેથી જિલ્લામાં હવે કુલ એક્ટિવ કેસની સંખ્યા માત્ર એક જ રહી છે. જિલ્લામાં આજે ફરી વાર 2856 સેમ્પલ લેવામા આવ્યા હતા. જેના પરિણામ આવતીકાલે આવશે.

મહત્વનું છે કે, મહેસાણા જિલ્લામાં કોરોનાની બીજી લહેર દરમિયાન દરરોજ 500 આસપાસ કેસ નોંધાઈ રહ્યા હતા, પરંતુ જિલ્લામાં ત્યારબાદ કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવતા હાલ માત્ર 1 જ એક્ટિવ કેસ છે. જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...