તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં છેલ્લા સાત દિવસમાં નવો એક પણ કેસ નહીં, હવે માત્ર એક જ કેસ એક્ટિવ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે નવા 1173 સેમ્પલ લેવાયા
  • 24 કલાકમાં એક પણ દર્દી ડિસ્ચાર્જ નહીં.

મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જિલ્લામાં આજે એકપણ કેસ કોરોના પોઝિટિવ ના નોંધાતા તંત્રે રાહતનો શ્વાસ લીધા છે. મહેસાણા જિલ્લો હવે કોરોના મુક્ત બનવા જઈ રહ્યો છે. જિલ્લામાં હવે માત્ર 1 દર્દીઓ સારવાર હેઠળ છે.

મહેસાણા જિલ્લામાં એક સમયે 500થી વધુ કોરોના પોઝિટિવ કેસ 24 કલાકમાં આવતા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેથી હવે મહેસાણા જિલ્લો પણ કોરોના મુક્ત બનવા જઇ રહ્યો છે જેમાં આજે એક પણ દર્દીએ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા નથી.

જિલ્લામાં ગઈકાલે લેવામાં આવેલા 1161 સેમ્પલનું પરિણામ આજે આવ્યું હતું જેમાં તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા હતા જેમાં ખાનગી લેબમાં પણ કોઈ કેસ નોંધાયો નહોતો. આજે ફરી વાર જિલ્લામાંથી નવા 1173 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેનું પરિણામ કાલે આવશે.

અન્ય સમાચારો પણ છે...