તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં આજે એકપણ નવો કેસ નહીં, 1 એક્ટિવ કેસ યથાવત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે નવા 1700 સેમ્પલ લેવાયા

મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જો કે જિલ્લામાં આજે એક પણ કેસ કોરોના પોઝિટિવ ના નોંધાતા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે, મહેસાણા જિલ્લો હવે કોરોના મુક્ત બનવા જઈ રહ્યો છે ત્યારે હવે જિલ્લામાં માત્ર 1 દર્દી સારવાર હેઠળ છે.

મહેસાણા જિલ્લામાં એક સમયે 500 થી વધુ કોરોના પોઝિટિવ કેસ 24 કલાકમાં આવતા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જેથી હવે મહેસાણા જિલ્લો પણ કોરોનામુક્ત બનવા જઇ રહ્યો છે.

જિલ્લામાં ગઈકાલે લેવામાં આવેલા 1855 સેમ્પલ નું પરિણામ આજે આવ્યું હતું જેમાં તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા હતા જેમાં ખાનગી લેબ માં પણ કોઈ કેસ નોંધાયો નહોતો જોકે આજે ફરી વાર જિલ્લા માંથી નવા 1700 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેનું પરિણામ કાલે આવશે.

અન્ય સમાચારો પણ છે...