તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં આજે કોરોનાનો એક પણ કેસ નહી, 48 દર્દીઓએ કોરોનાને માત આપી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં હજુ પણ 302 કેસ એક્ટિવ

મહેસાણા જિલ્લામાં છેલ્લા બે મહિનાથી કોરોના કાળ સમાન સાબીત થયો હતો. જેમાં હવે સદંતર ઘટાડો નોંધાઇ રહ્યો છે. કોરોના કેસ વધતાં સમગ્ર જિલ્લામાં બજારો સ્વૈચ્છિક પણે બંધ કરવાની ફરજ પડી જતી જે બાદ જિલ્લામાં છેલ્લા વિસ દિવસથી કોરોના કેસોમાં ઘટાડો નોંધતો રહ્યો છે. આજે મહેસાણા જિલ્લામાં એક પણ કેસ નથી નોંધાયો. જ્યારે 48 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આજે જિલ્લાના શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો. જ્યારે જિલ્લામાં હજુ પણ 302 કેસ એક્ટિવ છે. જિલ્લામાં આજે નવા 762 સેમ્પલ લેવામાં આવ્યા હતા.

જિલ્લામાં આજ દિવસ સુધીમાં એક લાખ 22 હજાર 104 સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે. જેમાંથી એક લાખ 08 હજાર 724 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જેમાં ગઈકાલે લીધેલા 357 સેમ્પલનું રિજલ્ટ આજ રોજ આવ્યું હતું જેમાં તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...