કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં આજે સતત છઠ્ઠા દિવસે કોરોનાનો એકપણ કેસ નહીં, જિલ્લામાં માત્ર એક જ એક્ટિવ કેસ

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આજે નવા 1161 સેમ્પલ લેવામા આવ્યા

મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જો કે જિલ્લામાં આજે એક પણ કેસ કોરોના પોઝિટિવ ના નોંધાતા તંત્રે રાહતનો શ્વાસ લીધા છે મહેસાણા જિલ્લો હવે કોરોના મુક્ત બનવા જઈ રહ્યો છે ત્યારે જવે જિલ્લા માં માત્ર 1 દર્દીઓ સારવાર હેઠળ છે.

મહેસાણા જિલ્લામાં એક સમયે 500 થી વધુ કોરોના પોઝિટિવ કેસ 24 કલાકમાં આવતા હતા પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જેથી હવે મહેસાણા જિલ્લો પણ કોરોના મુક્ત બનવા જઇ રહ્યો છે જેમાં આજે એક પણ દર્દીએ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા નથી.

જિલ્લા માં ગઈકાલે લેવામાં આવેલા 693 સેમ્પલ નું પરિણામ આજે આવ્યું હતું જેમાં તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા હતા જેમાં ખાનગી લેબ માં પણ કોઈ કેસ નોંધાયો નહોતો જોકે આજે ફરી વાર જિલ્લા માંથી નવા 1161 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેનું પરિણામ કાલે આવશે.

અન્ય સમાચારો પણ છે...