તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં આજે પણ કોરોનાનો એકપણ કેસ નહી, બે દર્દીઓએ કોરોનાને માત આપી

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં હવે માત્ર 18 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા

મહેસાણા જિલ્લામાં કોરોનાની બીજી લહેરે પહેલી લહેર કરતા ભારે હાહાકાર મચાવ્યો હતો. જ્યારે જિલ્લામાં છેલ્લા એક મહિનાથી સતત કોરોના કેસમાં ઘટાડો નોંધાતા પોઝિટિવ દર્દીઓનો ગ્રાફ ઘટ્યો છે. મહેસાણા જિલ્લામાં હવે માત્ર 18 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

મહેસાણા જિલ્લામાં આજે કોરોનાનો એક પણ કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જ્યારે આજે જિલ્લામાં 2 દર્દીઓ કોરોના હરાવી પોતાના ઘરે પરત ફર્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 1 લાખ 37 હજાર 202 સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેમાંથી 1 લાખ 24 હજાર 091 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. ગઈકાલે લીધેલા 268 સેમ્પલનું રિજલ્ટ આજે આવ્યું હતું. જેમાં તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. જ્યારે આજે નવા 477 સેમ્પલ લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...