કોરોના અપડેટ:વિજાપુર,કડી,ખેરાલુ શહેર અને જોટાણા, સતલાસણા તાલુકામાં એકપણ કેસ નહીં

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં કોરોનાના નવા 24 કેસ, 73 દર્દી સાજા થતાં એક્ટિવ કેસ 952 થયા
  • ઉત્તર ગુજરાતમાં કોરોનાના 67 કેસ : મહેસાણા જિલ્લામાં 2 સહિત 3 મોત

મહેસાણા જિલ્લામાં મંગળવારે શહેરી વિસ્તારના 6 અને ગ્રામ્ય વિસ્તારના 18 કેસ મળી કુલ 24 કેસ નોંધાયા હતા. તેની સામે 73 દર્દીઓ સાજા થતાં એક્ટિવ કેસની 952 થયા હતા. તાલુકાવાઇઝ સંક્રમિતોની સ્થિતિ જોઇએ તો, મહેસાણામાં 8 કેસ, વિજાપુરમાં 7 કેસ, કડીમાં 4 કેસ, જ્યારે બહુચરાજી, ખેરાલુ, ઊંઝા, વડનગર અને વિસનગરમાં 1-1 કેસ નોંધાયો હતો.

જ્યારે જોટાણા અને સતલાસણામાં એકપણ કેસ નોંધાયો ન હતો. તેમજ જિલ્લામાં વધુ 712 શંકાસ્પદ સેમ્પલ લેવાયા હતા. બીજી બાજુ મહેસાણા શહેરના નીજધામમાં 7 પૈકી 1 તેમજ વિસનગર સ્મશાનમાં 1 મૃતદેહના કોરોના ગાઇડ લાઇન મુજબ અંતિમ સંસ્કાર કરાયા હતા. ઉત્તર ગુજરાતમાં મંગળવારે 67 કેસ અને 3 દર્દીઓનાં મોત થયાં હતાં. સાબરકાંઠા જિલ્લામાં 14 કેસ, બનાસકાંઠામાં 19 કેસ અને 1 મોત તેમજ પાટણ જિલ્લામાં કોરોનાના 10 કેસ નોંધાયા હતા.

મહેસાણાનું કોરોનામીટર
તાલુકોશહેરગ્રામ્યકુલ
મહેસાણા358
વિજાપુર077
કડી044
બહુચરાજી 0011
ખેરાલુ011
ઊંઝા101
વડનગર101
વિસનગર101
કુલ61824
અન્ય સમાચારો પણ છે...