તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ઊંઝા, વિજાપુર અને ખેરાલુ શહેરમાં એકે કેસ નહીં, મહેસાણા-કડીમાં 1-1

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લામાં વધુ 18 કેસ નોંધાયા, કોરોનાથી બે વ્યક્તિનાં મોત
  • જિલ્લામાં 54 દિવસ બાદ એક્ટીવ કેસની સંખ્યા 900થી નીચે

મહેસાણા જિલ્લામાં બુધવારે નોંધાયેલા 18 કેસ પૈકી 6 કેસ શહેરી અને 12 કેસ ગ્રામ્ય વિસ્તારોના હતા. ઊંઝા, વિજાપુર અને ખેરાલુ શહેરમાં, જ્યારે જોટાણા અને સતલાસણા તાલુકામાં એકપણ કેસ નોંધાયો નથી. 74 દર્દીઓ સાજા થતાં 54 દિવસ બાદ એક્ટીવ કેસની સંખ્યા 900થી નીચે એટલે કે 896 થઇ હતી. 9 એપ્રિલે 824 કેસ હતા. બુધવારે 830 સેમ્પલ લેવાયા હતા. મહેસાણા શહેરના નીજધામમાં 9 પૈકી 2 મૃતકોની કોરોના ગાઇડ મુજબ અંતિમવિધિ કરાઇ હતી. ઉ.ગુ.માં બુધવારે કોરોનાના 70 કેસ અને 3 દર્દીના મોત થયા હતા. જેમાં સાબરકાંઠામાં 14 કેસ અને એક મોત થયું હતું. પાટણમાં 4, બનાસકાંઠામાં 26 અને અરવલ્લી જિલ્લામાં 8 કેસ નોંધાયા હતા.

મહેસાણાનું કોરોનામીટર

તાલુકોશહેરગ્રામ્યકુલ
વિસનગર 0156
વડનગર314
ખેરાલુ022
મહેસાણા 0112
બહુચરાજી011
કડી101
ઊંઝા011
વિજાપુર011
કુલ61218

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...