તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સત્તા કરતા સ્વાભિમાનને મહત્વ:ખેરાલુ તાલુકા પંચાયતની ડાલીસણા બેઠક પર એક પણ ઉમેદવાર નહીં, ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

મહેસાણા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધરોઇનું પાણી આવ્યું હોવા છતાં ખેડૂતોને રખાયા વંચિત
 • સ્થાનિકોએ પાણીની માંગણી માટે એકતા દાખવી

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વચ્ચે ખેરાલુ તાલુકાના પાંચ જેટલા ગામોના ખેડૂતો અને નાગરિકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. સ્થાનિકોએ તેમના વિસ્તારને ધરોઈ ડેમના કમાન્ડ વિસ્તારમાં પાણી આપવાની માંગ કરી હતી. જોકે, તંત્ર દ્વારા જિલ્લાના છેવાડાના આ વિસ્તાર માટે કોઈ ખાસ પ્રકારે ચિંતા કરવામાં આવતી ન હતી. જેથી સ્થાનિકોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ખેરાલુ તાલુકા પંચાયતની ડાલીસણા બેઠક પર ભાજપ કોંગ્રેસ કે અપક્ષમાંથી એક પણ વ્યક્તિએ પોતાની ઉમેદવારી નથી નોંધાવી. ત્યારે ખરા અર્થમાં આ બેઠક પર પાણીની સમસ્યાને લઇને ઉઠાવેલ અવાજ સાર્થક થયો છે અને આ પ્રકારના ચૂંટણી બહિષ્કારથી તંત્રના પગે પાણી આવી ગયા છે.

ધરોઇનું પાણી આવ્યું હોવા છતાં ખેડૂતો ન અપાયું
ખેરાલુ અને સતલાસણા તાલુકાના ગામડાઓ જિલ્લાના છેવાડાના ગામો છે. જે શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રે પછાત રહેલા છે. એ વિસ્તારોની જીવા દોરી પશુ પાલન અને ખેતી કામ છે. આ વિસ્તારમાં ધરોઈનું પાણી આવ્યું હોવા છતાં ખેડૂતો પાણીના લાભથી વંચિત રહ્યા છે. અહીંના ખેડૂતોની અસંખ્ય રજૂઆતો છતાં આ વિસ્તારને ધરોઇના કમાન્ડ વિસ્તારમાં ન લેવામાં આવતાં ખેડૂતો ધરોઇનું પાણી નથી મેળવી શકતા. જેથી આખરે કંટાળીને ખેડૂતોએ એક થઈ ખેરાલુ તાલુકા પંચાયતની ડાલીસણા બેઠક પર આવતા ડાવોલ, વરેઠા, રહેમપુર, મ્હેકુબપુરા અને ડાલીસણા મળી કુલ પાંચ ગામોમાં જિલ્લા કે તાલુકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને બહિષ્કાર જાહેર કરી કોઈએ ઉમેદવારી નોંધાવી નથી અને કોઈપણ પાર્ટીઓએ ચૂંટણી પ્રચાર કરવા ન આવવા પ્રતિબંધ ફરમાવ્યો છે.

ફાઇલ તસ્વીર
ફાઇલ તસ્વીર

સત્તા કરતા સ્વાભિમાનને મહત્વ
રાજકીય રોટલા શેકવા સ્કૂલના મોનીટરથી લોકસભા સુધીની ચૂંટણીઓમાં ગંદી રાજનીતિ જોવા મળતી હોય છે. સત્તા માટે ભાઇ, ભાઇનો નથી રહેતો.ટિકિટ માટે પડાપડી થતી હોય છે. ત્યારે ખેરાલુ તાલુકાના ખેડૂતો અને સૌ કોઈ નગરિકોએ પોતાની પાણી માટેની માંગણી માટે એકતા દાખવતા આ વિસ્તારના લોકોએ કોઈપણ પક્ષ કે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી નથી ત્યારે સત્તા લાલસા કરતા સ્વાભિમાનનું મહત્વ આ દેખાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો