હવામાન:ઉત્તર ગુજરાત માં હજુ 48 કલાક વાદળાં અને ઠંડી યથાવત રહેશે

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્તમાન શાસકોની ટર્મ પૂરી થતાં પ્રમુખે ઇનોવાગાડી જમા કરાવી, હોદ્દેદારોની નેઇમપ્લેટ હટાવાઇ - Divya Bhaskar
વર્તમાન શાસકોની ટર્મ પૂરી થતાં પ્રમુખે ઇનોવાગાડી જમા કરાવી, હોદ્દેદારોની નેઇમપ્લેટ હટાવાઇ

દક્ષિણ રાજસ્થાનમાં વધુ એક સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ રચાઇ છે. જેના કારણે હજુ આગામી 48 કલાક સુધી ઉ.ગુજરાતમાં વાદળાં રહેશે. માવઠાની શક્યતા નહીંવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. ઉત્તર ગુજરાતમાં સોમવારે મોટાભાગે ઉત્તર-પૂર્વ દિશાનો પવન ફૂંકાયો હતો. જેના કારણે મુખ્ય 5 શહેરોમાં ઠંડી અડધો ડિગ્રી સુધી ઘટી હતી. સોમવારે મહેસાણામાં 16.0, પાટણમાં 15.6, ડીસામાં 15.2, ઇડરમાં 15.5 અને મોડાસામાં 15.9 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. બીજી બાજુ વાદળછાયા વાતાવરણના કારણે દિવસનું તાપમાન આંશિક ઘટતાં મુખ્ય 5 શહેરોનું તાપમાન 26.6 થી 27.0 ડિગ્રીની વચ્ચે રહેતા સતત ચોથા દિવસે પણ દિવસ અને રાત ઠંડાગાર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...