આગાહી:ઉત્તર ગુજરાતમાં ચોમાસામાં સામાન્યથી 35થી 65% વધુ વરસાદ થશેઃ હવામાન ખાતું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા જિલ્લામાં સામાન્યથી 45થી 65% વધુ વરસાદ થવાની સંભાવના

ભારતીય હવામાન વિભાગે ગુરૂવારે ચોમાસાની લાંબાગાળાની આગાહી કરી હતી. જે મુજબ પેસીફિક મહાસાગરમાં લા-નીના સિસ્ટમની અસરના કારણે દેશભરમાં સરેરાશ ચોમાસુ સામાન્ય રહેશે. જેમાં ઉત્તર ગુજરાતમાં ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી ચોમાસામાં એટલે કે, જૂન થી સપ્ટેમ્બર મહિના સુધીમાં સરેરાશ સામાન્ય કરતાં વધુ વરસાદ રહેવાની શક્યતા છે. એટલે કે 35%થી 65% વધુ વરસાદ વરસી શકે છે. જેમાં મહેસાણા જિલ્લામાં સામાન્યથી 45% થી 65% વધુ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઇ છે.

જ્યારે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સામાન્યથી 35%થી 55% વધુ વરસાદ થવાની શક્યતા છે. બીજી બાજુ સ્કાયમેટ દ્વારા કરાયેલી આગાહી મુજબ, ચાલુ સાલે ચોમાસામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થઇ શકે છે.

આગાહી- ગરમી હજુ 2થી 3 ડિગ્રી વધી શકે
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધી શકે છે. એટલે કે રવિવાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રીની પાર પહોંચવાની શક્યતા છે. ગરમીનો આ રાઉન્ડ 20 એપ્રિલ સુધી રહી શકે છે.

5 શહેરોનું તાપમાન

મહેસાણા40.0 (+0.5) ડિગ્રી
પાટણ40.1 (+0.9) ડિગ્રી
ડીસા40.4 (+1.4) ડિગ્રી
ઇડર40.5 (+0.5) ડિગ્રી
મોડાસા40.1 (+0.3) ડિગ્રી
અન્ય સમાચારો પણ છે...