આગાહી:ઉત્તર ગુજરાતમાં 10મી જૂન સુધીમાં ગરમીથી છુટકારો મળશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં 41.3 ડિગ્રી ગરમી : અત્યાર સુધી પશ્ચિમ દિશાના સૂકા પવને દઝાડ્યા, હવે ભેજવાળા પવન ઠંડક આપશે

અત્યાર સુધી ઉત્તર ગુજરાત પરથી પશ્ચિમ દિશાના ગરમ અને સૂકા પવન ફૂંકાઈ રહ્યા હતા. એટલે કે અરબી સમુદ્ર તરફથી આવતા પવનમાં ભેજનું પ્રમાણ ઓછું હોવાથી દેહ દઝાડતી ગરમી અનુભવાઈ રહી છે. જે અંતર્ગત તાપમાનમાં આંશિક ફેરફાર વચ્ચે સોમવારે 5 શહેરમાં ગરમીનો પારો 40.4 થી 41.8 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. એમાંય પ્રતિ કલાકે સરેરાશ 10 કિલોમીટર ઝડપે ફૂંકાયેલા પવને બળતામાં ઘી હોમ્યું હોય તેમ પવનના કારણે વધુ ગરમી અનુભવાઈ હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 10 જૂન સુધીમાં તાપમાન ધીમે ધીમે 3 ડિગ્રી સુધી નીચે આવશે. ચાલુ સપ્તાહના અંત સુધીમાં પારો 38 ડિગ્રીની આસપાસ આવતાં ગરમીથી છુટકારો મળશે. વેધર એકસપર્ટના મતે, ઉત્તર ગુજરાતને નૈઋત્યના પવન સાથે આવનાર વરસાદની એકાદ સપ્તાહ રાહ જોવી પડશે. જોકે, હાલ ફૂંકાઈ રહેલા સૂકા પવનમાં આ સપ્તાહમાં ભેજનું પ્રમાણ વધશે. તેમજ ગતિમાં પણ વધારો થઈ શકે છે.

ઉતર ગુજરાતમાં ગરમીનો પારો

મહેસાણા41.3 ડિગ્રી
પાટણ41.7 ડિગ્રી
ડીસા41.2 ડિગ્રી
હિંમતનગર41.5 ડિગ્રી
મોડાસા40.4 ડિગ્રી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...