લો-પ્રેશર:સતત ત્રીજા દિવસે ઉત્તર ગુજરાત ધૂધળું રહ્યું, ગરમી દોઢ ડિગ્રી સુધી ઘટી, પ્રતિ કલાકે 20 કિલોમીટરની ઝડપે સુસવાટા મારતો પવન ફૂંકાયો

મહેસાણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે સતત છેલ્લા ત્રણ દિવસની ઉત્તર ગુજરાતનું વાતાવરણ ધૂધળું બન્યું છે. ગુરુવારે ગરમી વધુ દોઢ ડિગ્રી સુધી ઘટી હતી.પરંતુ હવામાં 75 ટકા ભેજ અને સુસવાટા મારતા જમીન સ્તરથી નજીકના પવનના કારણે ભારે ઉકળાટ સાથે આકરી ગરમીનો અનુભવ યથાવત રહ્યો હતો. ધૂળિયા વાતાવરણ વચ્ચે ગુરુવારે ઉત્તર ગુજરાતમાં ગરમી દોઢ ડિગ્રી સુધી ઘટી હતી. પ્રતિ કલાકે 20 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવન સાથે ભેજ વધતા વાદળછાયું વાતાવરણ બન્યું હતું. વધુ પડતા ભેજના કારણે લોકો પરસેવેથી રેબઝેબ થયા હતા. આગામી 24 કલાક સુધી ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે.

અન્ય સમાચારો પણ છે...