તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • North Gujarat Received 6.13% Of The Season's Rainfall In 5 Days, Yet Still Dropped An Average Of 12 Inches: Another Round Of Rains Will Start From 8 A.m. With Low Pressure.

અછત:ઉત્તર ગુજરાતમાં 5 દિવસમાં સિઝનનો 6.13% વરસાદ પડ્યો, છતાં હજુ સરેરાશ 12 ઇંચ ઘટ : લો-પ્રેશર બનતાં 8મીથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે

મહેસાણા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા 24 કલાકમાં 17 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ
 • સૌથી વધુ મેઘરજમાં 27, ધનસુરામાં 14 અને પોશીનામાં 10 મીમી વરસ્યો
 • મહેસાણા જિલ્લામાં 47.96 % ઘટ
 • ઉ.ગુ.માં જૂનમાં 93 મીમી (12.67%), જુલાઇમાં 132 મીમી (17.98%) અને ઓગસ્ટમાં 39 મીમી (5.31%) સરેરાશ વરસાદ થયો

ચોમાસુ સિઝનના અઢી મહિનાના અંતે ઉત્તર ગુજરાતમાં સિઝનનો સરેરાશ 281 મીમી એટલે કે 38.28% વરસાદ થયો છે. 5 દિવસના છેલ્લા રાઉન્ડમાં જ સિઝનનો સરેરાશ 6.13% વરસાદ વરસી ચૂક્યો છે. આ 5 દિવસમાં મહેસાણા સિઝનનો 8.09%, સાબરકાંઠામાં 7.50%, બનાસકાંઠામાં 6.88%, અરવલ્લીમાં 5.77% અને પાટણમાં 5.28% વરસાદ નોંધાયો હતો.

લગભગ 27 દિવસ બાદ સાર્વત્રિક વરસાદે પાકને નવજીવન આપ્યું છે. છતાં હજુ સરેરાશ 12 ઇંચ વરસાદની ઘટ વર્તાઇ રહી છે. જેમાં અરવલ્લીમાં 17.16 ઇંચ, સાબરકાંઠામાં 13.88 ઇંચ, મહેસાણામાં 11.32 ઇંચ, બનાસકાંઠામાં 10.44 ઇંચ અને પાટણમાં 6.60 ઇંચ સરેરાશ વરસાદની ઘટ વર્તાઇ રહી છે.

ઉલ્લેખનિય છે કે, ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીની સિઝનમાં જૂનમાં 93 મીમી(12.67%), જુલાઇમાં 132 મીમી(17.98%) અને ઓગસ્ટમાં 39 મીમી(5.31%) વરસાદ થયો છે. છેલ્લા સારા વરસાદના કારણે ઉ.ગુ.ના 15 પૈકી હાથમતી અને હરણાવ-2 ડેમમાં પાણીની આવક ચાલુ થઇ છે.

હવામાન વિભાગની આગાહી, ઉ.ગુ.માં 8 મીથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે
રાજ્ય પર છવાયેલ એક સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. જેની અસર 5 સપ્ટેમ્બર સુધી રહેશે. આ સિસ્ટમના કારણે 7 સપ્ટેમ્બર સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉત્તર ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. બીજી બાજુ 6 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર સિસ્ટમ રચાશે. આ સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધતાં 8 સપ્ટેમ્બરથી ઉત્તર ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. વરસાદનો આ રાઉન્ડ 4 દિવસનો એટલે કે 8 થી 12 સપ્ટેમ્બર સુધીનો રહેશે. આ દરમિયાન સાર્વત્રિક સારો વરસાદ મળવાની સંભાવના છે. પાટણ જિલ્લામાં ગુરૂવારે છુટાછવાયાં વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો.

હજુ 51.71% વરસાદની ઘટ

જિલ્લોજરૂરવરસ્યોઘટ
મહેસાણા590307-47.96%
પાટણ445280-37.07%
બનાસકાંઠા482221-54.14%
સાબરકાંઠા681334-50.95%
અરવલ્લી710261-63.23%
સરેરાશ582-281-51.71%

ઉ.ગુ.માં 3 મહિનામાં વરસાદ આ પ્રમાણે રહ્યો

જિલ્લોજૂનજુલાઇઓગસ્ટ
મહેસાણા105(14.48%)157(21.78%)30(4.15%)
પાટણ113(19.01%)133(22.47%)28(4.75%)
બનાસકાંઠા86(13.68%)89(14.34%)42(6.59%)
સાબરકાંઠા95(11.10%)155(18.24%)57(6.69%)
અરવલ્લી65(7.47%)127(14.46%)37(4.21%)
સરેરાશ93(12.67%)132(17.98%)39(5.31%)

ઉ.ગુ.માં છેલ્લા 24 કલાકમાં વરસાદની સ્થિતિ

 • મહેસાણા : વડનગરમાં 7 મીમી, વિજાપુરમાં 2 મીમી, કડી 5 મીમી
 • પાટણ : શંખેશ્વર 7 મીમી, સમી 6 મીમી, હારિજ 4 મીમી, રાધનપુર 3 મીમી
 • બનાસકાંઠા : ધાનેરામાં 2 મીમી,
 • સાબરકાંઠા : પોશીનામાં 10 મીમી, વિજયનગરમાં 5 મીમી, હિંમતનગરમાં 3 મીમી,
 • અરવલ્લી : મેઘરજ 27 મીમી, ધનસુરા 14 મીમી, માલપુરમાં 9 મીમી, મોડાસામાં 4 મીમી, ભિલોડામાં 1 મીમી

ઉ.ગુ.ના 15 પૈકી 2 ડેમમાં પાણીની આવક થઇ
છેલ્લા વરસાદના કારણે ઉત્તર ગુજરાતના 15 પૈકી 2 ડેમમાં પાણીની આવક ચાલુ થઇ છે. શુક્રવારે 2 વાગ્યાની સ્થિતિએ સાબરકાંઠાના હરણાવ-2 ડેમમાં 22 કરોડ લિટર પાણીની આવકના કારણે ડેમની સપાટી 17 સેન્ટીમીટર વધી છે. જ્યારે અરવલ્લીના હાથમતી ડેમમાં 206 કરોડ લિટર પાણીની આવક થતાં ડેમની સપાટી 15 સેન્ટીમીટર વધી છે. ​​​​​​

અન્ય સમાચારો પણ છે...