હવામાન વિભાગ:ઉત્તર ગુજરાતમાં 7 વર્ષમાં 3 વખત જૂનમાં અંદાજ કરતાં ઓછો વરસાદ પડ્યો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસું સિઝનના કુલ વરસાદ સામે 10% પ્રમાણે 77 મીમી વરસાદ જૂનમાં મળવો જોઇએ

ચાલુ સાલે નિયત સમયએ એટલે કે, 25 જૂનની આસપાસ ઉત્તર ગુજરાતમાં ચોમાસું પ્રવેશ છે તેવી શક્યતા છે. આ સાથે સામાન્ય કે તેથી વધુ વરસાદની શક્યતા છે. ત્યારે છેલ્લા 7 વર્ષમાં જૂન મહિનામાં થયેલા વરસાદની સ્થિતિ જોઇએ તો, 3 ચોમાસામાં જૂનમાં વરસાદે નિરાશ કર્યા હતા.

આગામી 25 જૂનની આસપાસ ચોમાસુ ઉત્તર ગુજરાતમાં દસ્તક આપશે. ચાલુ સાલે ચોમાસામાં સામાન્ય કે તેથી વધુ વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં ચોમાસુ સિઝનમાં સરેરાશ 29 ઇંચ વરસાદની જરૂરીયાતના અંદાજ સામે જૂન મહિનામાં સરેરાશ 77 મીમી વરસાદનો અંદાજ છે.

છેલ્લા 7 વર્ષમાં 3 ચોમાસામાં નબળા વરસાદએ નિરાશ કર્યા હતા. સરેરાશ 77 મી વરસાદ સામે 2016માં 28 મીમી, 2018માં 65.2 મીમી અને 2020 માં 73.2 મીમી વરસાદ અપેક્ષા કરતાં ઓછો વરસાદ રહ્યો હતો. આ ઉપરાંત 2015માં 115.2 મીમી, 2017માં 86.4 મીમી, 2019 માં 89.6 મીમી અને 2021માં 92.8 મીમી વરસાદ જરૂરીયાત કરતાં વધુ વરસાદ રહ્યો હતો.

પ્રિ-મોનસૂન વરસાદની ઘટની ઉ.ગુ.ની સ્થિતિ

જિલ્લોપ્રિ-મોનસૂન વરસાદ
મહેસાણા7.2 મીમી
પાટણ5.8 મીમી
બનાસકાંઠા7.3 મીમી
સાબરકાંઠા7.2 મીમી
અરવલ્લી6.5 મીમી
સરેરાશ6.8 મીમી

24 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળશે

​​​​​​​ઉત્તર ગુજરાતમાં ગુરૂવારે ગરમીમાં આંશિક વધારો થયો હતો. જેને લઇ મુખ્ય 5 શહેરનું તાપમાન 41.5 થી 41.9 ડિગ્રીની વચ્ચે રહેતાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે દિવસ પસાર થયો હતો. શનિવારથી ગરમીથી આંશિક રાહત મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં ગુરૂવારે તાપમાનમાં આંશિક વધારા સાથે મહેસાણા અને હિંમતનગર 41.9 ડિગ્રી, ડીસા અને પાટણનું 41.6 ડિગ્રી તેમજ મોડાસાનું 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 42 ડિગ્રી નજીક પહોંચેલા તાપમાનના કારણે બપોરના સમયે દેહ દઝાડતી ગરમીનો અનુભવ થયો હતો. એમાં પણ દિવસભર પ્રતિ કલાકે સરેરાશ 9 થી 10 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ગરમ પવનને કારણે સૂર્યાસ્ત બાદ પણ વાતાવરણ ગરમ રહ્યું હતું.

બીજી બાજુ રાત્રીનું તાપમાન પણ 27 થી 28 ડિગ્રીની વચ્ચે રહેવાના કારણે રાત્રીના મોટાભાગનો સમય ઉકળાટ અને ગરમી વચ્ચે પસાર થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી શુક્રવારે વાતાવરણની આ સ્થિતિ યથાવત રહી શકે છે. ત્યાર બાદ શનિવારથી ગરમીમાં સામાન્ય ઘટાડો થવાની શરૂઆત થતાં રાહત મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...