તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થીંજવતી ઠંડી:ઉત્તર ગુજરાત ઠરી ગયું,બીજા દિવસે ઠંડીનો પારો 8 ડિગ્રીથી નીચે

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ઉત્તર ગુજરાતમાં મંગળવારે ઠંડીમાં સામાન્ય ઉતાર-ચડાવ વચ્ચે કાતિલ ઠંડીનું જોર સતત બીજા દિવસે પણ યથાવત રહ્યું હતું. મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો સરેરાશ 8 ડિગ્રી રહ્યો હતો. 8 ડિગ્રીથી નીચા તાપમાન અને ઠંડા પવનનો સતત મારો ચાલુ રહેતાં સવારે અને સાંજના બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. લોકો ગરમ કપડાંમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. બીજી બાજુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બુધવારે દિવસ-રાતના તાપમાનમાં સામાન્ય ઉતાર-ચડાવ રહેશે. ત્યાર બાદ ગુરુવારથી વહેલી સવારનું તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઉચકાતાં ઠંડીનું જોર સામાન્ય ઘટી જશે.

મુખ્ય 5 શહેરોનું તાપમાન
શહેર ડિગ્રી

મહેસાણા 8.0
પાટણ 7.0
ડીસા 6.6
ઇડર 6.7
મોડાસા 8.0

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો