તાપમાન:ઉત્તર ગુજરાતમાં સરેરાશ 42 ડિગ્રી ગરમી, ભેજના કારણે ઉકળાટ વધ્યો

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

ઉત્તર ગુજરાતમાં એકધારો દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાતાં સોમવારે સવારે હવામાં ભેજનું પ્રમાણ 80% અને બપોરે 25% આસપાસ રહ્યું હતું. ભેજવાળા પવનના કારણે સવારનું તાપમાન પોણા 2 ડિગ્રી સુધી ઘટતાં પારો 25 થી 26 ડિગ્રી વચ્ચે અને દિવસનું તાપમાન પણ અઢી ડિગ્રી સુધી ઘટતાં પારો 42 ડિગ્રીની નીચે આવ્યો હતો.

જેમાં મહેસાણાનું 40.8 ડિગ્રી, પાટણનું 40.5 ડિગ્રી, ડીસાનું 40 ડિગ્રી, હિંમતનગરનું 41.2 ડિગ્રી અને મોડાસાનું 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દિવસ અને રાતના તાપમાનમાં ઘટાડો આવતાં ગરમીથી રાહત મળી હતી. જો કે, વધુ પડતાં ભેજના કારણે અસહ્ય ઉકળાટનો કહેર યથાવત રહ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારે દિવસના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

અન્ય સમાચારો પણ છે...