રોષ:વીમા પોલીસીમાં GST હટાવો સહિત માંગણીઓ હલ ન થતાં LIC એજન્ટોનું અસહકાર આંદોલન

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા બ્રાન્ચ આગળ ધરણાં,સૂત્રોચ્ચાર કરી એજન્ટ આરામ દિવસ મનાવ્યો

વીમા પોલીસી, પ્રિમીયમ ઉપર લેવાતો જીએસટી હટાવો, એજન્ટો માટે ગ્રેજ્યુઇટી 20 લાખ કરો સહિતની માંગણીઓ હલ ન થતાં સોમવારથી એલ.આઇ.સી એજન્ટોએ દેશ વ્યાપી અસહકાર આંદોલનના મંડાણ શરૂ કર્યા છે.જેના ભાગરૂપે મહેસાણા એલ.આઇ.સી બ્રાન્ચ આગળ એજન્ટોએ ધરણાં, સૂત્રોચ્ચાર કરીને માંગણીઓનું ચાર્ટર રજુ કરી સોમવારે પોલીસી સર્વિસીંગનો બહિષ્કાર કરીને એજન્ટ આરામ દિવસ મનાવ્યો હતો. મહેસાણામાં 750 એજન્ટોએ એકસૂરમાં પડતર માંગણીઓ હલ કરવા માંગ કરી છે.

જેમાં જોઇન્ટ એક્શન કમીટી ઓફ લાઇફ ઇન્સ્યોરન્સ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ હવે 30 સપ્ટેમ્બરે બ્રાન્ચોમાં ધરણા, 18 થી 21 સપ્ટેમ્બરે આરામ દિવસ, 31 ઓક્ટોબરે વિભાગીય કચેરીએ મેઘા ધરણા, 15 નવેમ્બરે રેલી આયોજન કરાયું છે.

પોલીસીધારકો માટેની આ છે માંગણીઓ
પોલીસીધારકોના બોનસમાં વધારો કરો.પોલીસી લોન અને અન્ય નાણાકીય વ્યવહારો પરના વ્યાજ દરમાં ઘટાડો કરો.દરેક સર્વિસ માટે સબમિટ કરેલા દસ્તાવેજોની એક્નોલેઝમેન્ટ સ્લીપ આપો. વીમા પોલીસી,પ્રિમીયમ,લોન દરેક પ્રકારની રકમ ઉપર લેવાતો જીએસટી હટાવો.સીંગલ વિન્ડો સર્વીસ ચાલુ કરો.

પોસ્ટઓફીસમાં થતી પોલીસી પ્રિન્ટ બંધ કરો અને જૂની પ્રક્રિયા પુન: સ્થાપિત કરો. સમાન ગ્રાહકોના વ્યવહારો માટે કેવાયસી ધોરણોની માંગ બંધ કરો.સીટીઝન ચાર્ટર દરેક શાખામાં આગવીરીતે દર્શાવવું જોઇએ.5 વર્ષથી વધુ સમય વીતી ગયેલી પોલીસીઓને રીવાયવલ કરવાની સુવિધા આપો.

અન્ય સમાચારો પણ છે...