ગુજરાત વિધાનસભા-2022:વિચરતી વિમુક્ત જાતિના ઉમેદવારોએ ઉત્તર ગુજરાતમાં અપક્ષમાં ઉમેદવારી નોંધાવી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 40 જ્ઞાતિના લોકોને આઝાદીના 75 વર્ષ વીતવા છતાં હકો ન મળતા ઉમેદવાર ચૂંટણીના મેદાને

વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે.ત્યારે કોંગ્રેસ ,આમ આદમી પાર્ટી અને ભાજપ પોતાના ઉમેદવાર જાહેર કરી રહી છે અને સત્તા હાસિલ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં વસતા વિચરતી વિમુક્ત જાતિના ઉમેદવારો પણ આ ચૂંટણીમાં અલગ અલગ વિધાનસભામ અપક્ષમાં ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે.ત્યારે આગામી ચૂંટણી દરમિયાન અપક્ષમાં ઉમેદવાર કેટલા મતો મારી જાય છે અને રાજકીય પાર્ટીઓને કેટલું નુકસાન કરે છે એ વિધાનસભા ચૂંટણીમાં જોવા મળશે.

વિચરતી વિમુક્ત જાતિના અપક્ષમાં ઉમેદવારોના જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યની 40 જ્ઞાતિને ભારત. આઝાદ થયાને 75 વર્ષ થયાં છતાં આજ દિન સુધી કોઈ પ્રકારના હક આપવામાં આવ્યા નથી.જેવા કે સત્તા ,શિક્ષણ,અને નોકરી જેવી બાબત માં કોઈ પ્રકાર નું આરક્ષણ આપવમાં આવ્યું નથી.ત્યારે ગાંધીનગરમાં યોજવામાં આવશે મહા સંમેલનમાં 40 જ્ઞાતિઓએ ભાજપ પક્ષના દરેક હોદ્દા પરથી રાજીનામા પણ આપી દીધા છે.

'કોઈ નેતાએ અમારી વાતો સભળી નહિ'
અપક્ષમાં ઉમેદવારોના જણાવ્યા પ્રમાણે આટલા વર્ષો વીતવા છતાં કોઈ પક્ષના ઉમેદવારો કે નેતાઓએ અમારી કોઈ વાત સાંભળી નથી અને આપેલા વચનો પુરા કર્યા નથી જેથી 40 જ્ઞાતિઓ દ્વારા 2022 વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો ઉભા રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે અને હાલમાં ઉમેદવાર વિધાનસભા મુજબ ફોર્મ ભરી રહ્યા છે.

'અપક્ષમાં મતો પડવાથી અન્ય પાર્ટીઓ નોંધ લેશે'
NTDNTના ઉમેદવારોના જણાવ્યા પ્રમાણે અમારા 40 જ્ઞાતિઓ એક જુટ થઈ અને વધુ વોટ વિચરતી વિમુક્ત જાતિના ઉમેદવારને મળશે જેથી અન્ય પાર્ટીઓની હાર જીત ની સીધી અસર અપક્ષ ઉમેદવાર થી પડશે ત્યારબાદ અમારા સમાજની અન્ય પાર્ટીઓ નોંધ લેશે વિચરતી વિમુક્ત જાતિને અનામત મળી હોય તો સમાજના બાળકો ડોક્ટર,એન્જીનિયર કે કોઈ સારી કોલેજમાં અમારી કોઈ સીટ આરક્ષિત હોય અને જ્યાં બાળકો ઉચ્ચ અભ્યાસ કરી સરકારી નોકરીઓ મેળવી શકે હાલમાં મહેસાણા,ચાણસ્મા,હિંમતનગર,ડીસા,પાટણ ,થરાદ,સહિતની વિધાનસભા સીટો પર વિચરતી વિમુક્ત જાતિના ઉમેદવાર અપક્ષમાં ઉમેદવારી નોંધાવી આગામી ચૂંટણીમાં મતો પર અસર કરશે

અન્ય સમાચારો પણ છે...