નિંમણૂક:કોરોનાને લઇ તાલુકા કક્ષાએ નોડલ અધિકારીઓ નિમાયાં

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાના કેસોની સંખ્યામાં થઇ રહેલા વધારાની પરિસ્થિને અનુંલક્ષીને પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે વહીવટીતંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી કરવામાં આવેલ કામગીરી અને પગલાંઓનું શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અસરકારક અમલીકરણ થાય તે માટે તાલુકા કક્ષાએ દેખરેખ માટે નોડલ અધિકારીઓની નિમણુંક કરાઇ છે.

જેમાં મહેસાણા તાલુકામાં એમ.બી.પટેલ પ્રાન્ત અધિકારી મહેસાણા,વિસનગર તાલુકામાં રામનિવાસ બુગાલિયા પ્રાન્ત અધિકારી વિસનગર, ઊંઝા તાલુકામાં ગ્રીષ્મા રાઠવા પ્રાન્ત અધિકારી, કડી તાલુકામાં જે.એ.ચૌહાણ પ્રાન્ત અધિકારી, બેચરાજી તાલુકામાં પલક ત્રિવેદી પ્રાન્ત અધિકારી, ખેરાલુ તાલુકામાં એન.એન.ડોડીયા પ્રાન્ત અધિકારી,વડનગર તાલુકામાં બી.જે.જોષી જિલ્લા ખેતીવાડી અધિકારી મહેસાણા,જોટાણા તાલુકામાં મિતરાજ પરમાર મદદનીશ ભુસ્તરશાસ્ત્રી ખાણ અને ખનીજ,સતલાસણા તાલુકામાં હાર્દિકભાઇ ખાણધર જિલ્લા આયોજન અધિકારી મહેસાણા, અને વિજાપુર તાલુકામાં અમીબેન પટેલ ના. જિલ્લા વિકાસ અધિકારી મહેસાણાની નિમણુંક કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...