તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તમ કામગીરી:મહેસાણા જિલ્લામાં નેત્રમ શાખાની ઉમદા કામગીરી, મુસાફરનો ખોવાયેલો મોબાઇલ ગણતરીના કલાકોમાં શોધી આપ્યો

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેત્રમ શાખા દ્વારા સીસીટીવીના આધારે મોબાઇલ શોધી લીધો

મહેસાણા જિલ્લામાં ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવા અને સામાન્યથી લઈને ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલવા માટે જિલ્લા કમાન્ડ કન્ટ્રોલ ખાતે નેત્રમ પ્રોજેકટ આશીર્વાદ રૂપ સાબિત થયો છે. શહેરના મોઢેરા રોડ પર મુસાફરનો ખોવાયેલો મોબાઇલ ગણતરીના કલાકોમાં શોધી આપ્યો હતો.

મહેસાણા શહેરમાં 8 જુલાઈના રોજ દેદિયાસણથી મોઢેરા સર્કલ વચ્ચે આવેલી પિંક સીટી પાસે જીગ્નેશ મોઢ નામના વ્યક્તિનો મોબાઈલ રસ્તામાં પડી ગુમ થઈ ગયો હતો. જેથી અરજદારે જિલ્લા નેત્રમ શાખામાં આ મામલે અરજી કરતા નેત્રમ શાખા દ્વારા સી.સી.ટી.વી ફૂટેજ તપાસ કર્યા હતા. જેમાં એક રિક્ષા ચાલકને મોબાઇલ મળ્યો હોવાની વિગતો સામે આવી હતી.

નેત્રમ શાખાએ નંબર આધારે રિક્ષા ચાલકને શોધી મોબાઇલ અંગે પૂછ પરછ કરતા તેણે ફોન રિક્ષાની બાજુમાંથી નીચે પડેલો મળ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી રિક્ષા ચાલક પાસેથી મોબાઇલ મેળવી પોલીસે અરજદારને ખોવાયેલ ફોન પરત કરી મહત્વની કામગીરી કરી હતી. આમ જિલ્લા નેત્રમ શાખા દ્વારા ગણતરીના કલાકોમાં ખોવાયેલો ફોન અરજદારને શોધી પરત કરી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...