તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Dy.CMનું વચન મિથ્યા!:મહેસાણામાં નીતિનભાઈએ કહ્યું'તું, ઓક્સિજન પ્લાન્ટ 20 દિવસમાં શરૂ થઈ જશે, 37 દિવસેય ઠેકાણા નથી

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઓક્સિજન પ્લાન્ટ ઓએનજીસીના સહયોગથી બનાવવાનો હોઈ તંત્ર ઓએનજીસી તરફ મીટ માંડીને બેઠું છે. - Divya Bhaskar
ઓક્સિજન પ્લાન્ટ ઓએનજીસીના સહયોગથી બનાવવાનો હોઈ તંત્ર ઓએનજીસી તરફ મીટ માંડીને બેઠું છે.
  • કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ આરોગ્યમંત્રીના જિલ્લામાં જ ધીમી તૈયારી
  • મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ONGCના સહયોગથી 1500 લિટર ક્ષમતાનો ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરવાની જાહેરાત કરાઈ હતી

કોરોનાની સંભવિત ત્રીજી લહેરના આગોતરા આયોજનના ભાગરૂપે મહેસાણાના ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે 6 જૂને મહેસાણા સિવિલની મુલાકાત લઈ પ્રતિ મિનિટ 1500 લિટર ક્ષમતાનો ઓક્સિજન પ્લાન્ટ 20 દિવસમાં કાર્યરત થવાની જાહેરાત કરી હતી, પરંતુ નાયબ મુખ્યમંત્રીએ આપેલી ખાતરીના 37 દિવસ બાદ પણ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થયો નથી અને હજુ 31 જુલાઈ સુધીમાં કાર્યરત થવાના કોઈ સંજોગો નથી. કોરોના મહામારીની બીજી લહેરમાં બેડ અને ઓક્સિજનની અછત સર્જાતાં દર્દીઓને પારાવાર તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.

બીજી લહેરની ભૂલો સુધારીને ત્રીજી લહેરમાં દર્દીઓને ઓછી તકલીફ પડે એ માટે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે 6 જૂનના રોજ મહેસાણા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ જિલ્લામાં 7 નવા ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ કરવાની જાહેરાત કરી હતી. આ 7 પ્લાન્ટ પૈકી સિવિલ હોસ્પિટલમાં રૂ.1.73 કરોડના ખર્ચે પ્રતિ મિનિટ 1500 લિટર (દૈનિક 300 બોટલ) ઓક્સિજન ઉત્પાદિત થાય એવો પ્લાન્ટ 20 દિવસમાં કાર્યરત થશે એવી જાહેરાત કરી હતી, જેને 37 દિવસ થવા છતાં હજુ સુધી પ્લાન્ટ કાર્યરત થયો નથી. સિવિલ કેમ્પસમાં મેન્ટલ હોસ્પિટલની બહાર ઓક્સિજન પ્લાન્ટ માટે ફાઉન્ડેશન બનાવીને વોર્ડ સુધી પાઈપલાઈન પણ ફિટ કરી દેવાઇ છે. ઓક્સિજન પ્લાન્ટ ઓએનજીસીના સહયોગથી બનાવવાનો હોઇ તંત્ર ઓએનજીસી તરફ મીટ માંડીને બેઠું છે.

31 જુલાઈ સુધીમાં પ્લાન્ટ કાર્યરત થઇ જશે
સિવિલ સર્જન પી.એમ. જોશીએ કહ્યું હતું કે સિવિલના પ્લાન્ટ બાબતે કલેક્ટરની મંજૂરી પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ ઉપરાંત વીજલોડ સહિતની પ્રક્રિયા ચાલી રહી છે. ઓક્સિજન પ્લાન્ટનાં વીજ ઉપકરણો માટે ઓરડી બનાવવાની કામગીરી બાકી છે. પ્લાન્ટ ઓએનજીસી આપવાની છે. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઓએનજીસી પ્લાન્ટ આપશે. આ પ્લાન્ટ 31 જુલાઈ સુધી કાર્યરત કરવાનો અમારો પ્રયાસ છે.

15 જુલાઈ પછી ઓક્સિજન પ્લાન્ટ આપવા કહ્યું છે
સિવિલ હોસ્પિટલના બાંધકામ વિભાગના ડેપ્યુટી ઈજનેર વી.ટી. પ્રજાપતિએ કહ્યું હતું કે ઓક્સિજન પ્લાન્ટ ઓએનજીસીના સહયોગથી ઊભો કરવાનો હોવાથી તેણે 15 જુલાઈ પછી પ્લાન્ટ આપવા કહ્યું છે. તેથી પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થવામાં હજુ 15 દિવસ લાગે તેમ છે.