તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:તું ભાજપનો માણસ છે દાદા થઈ ગયો છે, તેવું કહી નંદાસણમાં દવા લેવા ગયેલા દંપતી પર નવ ઇસમોએ હુમલો કર્યો

મહેસાણા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કડી તાલુકાના દંપતી ગાડી લઈને નંદાસણમાં ડો.અનિશ મોઠાના દવાખાને દવા લેવા ગયા હતા
 • નવ વ્યક્તિઓ વિરુદ્ધ નંદાસણ પોલીસ મથકમાં ફરિયાદ થઇ

નંદાસણમાં દવા લેવા ગયેલા ઈસમે રોડની સાઈડમાં ગાડી પાર્ક કરી અજાણ્યા ઈસમો આવી કહેવા લાગ્યા કે ગાડી રોડ વચ્ચે કેમ પાર્ક કરી તેવું કહેતાની સાથે કેટલાક ઇસમોએ યુવાન પર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.

કડી તાલુકાના નંદાસણના દંપતી ગાડી લઈને નંદાસણમાં આવેલા ડો.અનિશ મોઠાના દવાખાને દવા લેવા ગયા હતા. ત્યારે રોડની સાઈડમાં ગાડી પાર્ક કરી રહ્યા હતા. એ દરમિયાન ગામમાં રહેતો કુરેશી અબ્દુલ ઇબ્રાહિમ હાથમાં લોખંડની પાઈલ લઈને આવીને રસ્તા વચ્ચે કેમ ગાડી ઉભી રાખી છે. તેવું કહેતા ગાડી ચાલકે ગાડી સાઈડમાં જ ઉભી રાખી છે. તેવું કહેતાની સાથે જ લોખંડની પાઇપ લઈને આવેલા ઇસમે ગાડી ચાલકને કહ્યું કે તું ભાજપનો માણસ છે દાદા થઈ ગયો છે. તેમ કહી અપશબ્દો બોલી ઇસમે હાથમાં રહેલ લોખંડની પાઇપ ગાડી લઈને આવેલા ઈસમના માથામાં ફટકારી હતી. જેથી ઇસમે અને તેની પત્નીએ મદદ માટે બુમાં બમ કરી હતી. ત્યારે હુમલો કરનારા ઈસમનું ઉપરાણું લઈને આવેલા અન્ય કેટલાક ઈસમો ધોકા સાથે આવી ગાડી ચાલકને ગાળો બોલી વધુ માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જીવલેણ હથિયારો સાથે ઈસમને મારવાનો પર્યન્ત કર્યો હતો.

ત્યારબાદ ત્યાંથી આજુબાજુથી લોકો આવી જતા ઘાયલ થયેલા ઈસમને સારવાર અર્થે નંદાસણ સરકારી દવાખાને ખસેડાયા હતા. ત્યાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જેથી ઘાયલ થયેલ ઈસમની પત્નીએ નંદાસણ પોલીસ મથકમાં હુમલો કરવા આવેલા નવ ઈસમો સામે નામજોગ ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો