તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:છઠીયારડામાંથી 9જુગારી ઝડપાયા, તાલુકા પોલીસે રૂપિયા 16,500ની રોકડ રકમ કબજે લઈ કાર્યવાહી કરી

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

મહેસાણાના છઠીયારડા ગામના ઓરડાવાસમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ખુલ્લામાં જુગાર રમી રહેલા 9 શખ્સોને તાલુકા પોલીસે ઝડપી લીધા હતા. તમામ શખ્સો પાસેથી રૂપિયા 16,500ની રોકડ રકમ કબજે લઈને કાર્યવાહી કરી હતી.

મહેસાણા તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, છઠીયારડાના ઓરડાવાસમાં રહેતો જીજ્ઞેશ મફતલાલ પટેલ બહારથી માણસો બોલાવીને ગંજીપાનાનો હારજીતનો જુગાર રમાડે છે. આ બાતમીના આધારે તાલુકા પોલીસે ઓરડાવાસમાં રેઈડ કરતાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ખુલ્લામાં જુગાર રમી રહેલા 9 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે તમામ શખ્સો પાસેથી રૂપિયા 16,500ની રોકડ રકમ કબજે લઈને કાર્યવાહી કરી હતી.

જુગારની રેડમાં ઝડપાયેલા શખ્સો
1.પટેલ જીજ્ઞેશ મફતલાલ રહે.છઠીયારડા
2.પટેલ ઉમંગ મનુભાઈ રહે.છઠીયારડા
3.પટેલ ધવલ જયંતિલાલ રહે.છઠીયારડા
4.પ્રજાપતિ વિનોદ શ્યામજીભાઈ રહે.વિજયલક્ષ્મી સોસા., મહેસાણા
5.પ્રજાપતિ વિષ્ણુ પુંજીરામ રહે.લકીપાર્ક સોસા., મહેસાણા
6.ઠાકોર વિનોદ ખેતાજી રહે.છઠીયારડા
7.ઠાકોર અર્જુન બચુજી રહે.છઠીયારડા
8.પટેલ પ્રકાશ ચેલાભાઈ રહે.રૂપાલ(બુટ્ટાપાલડી), તા.મહેસાણા
9.સંજય કાંતિલાલ ચેલદાસ રહે.છઠીયારડા

જવાહર સોસાયટી સામે 4 શખ્સો જુગાર રમતા ઝડપાયા
મહેસાણા શહેરની જવાહર સોસાયટીની સામે ચરખીમાં જુગાર રમતા 4 શખ્સોને રૂપિયા 4100 ની રોકડ રકમ સાથે બી ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતા. આશિકજી તલાજી ઠાકોર, સુરેશજી બાબુજી ઠાકોર, રવિ લક્ષ્મણજી ઠાકોર અને ભલુભા વિરસિંહ સોલંકી સામે પોલીસે કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...