તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકીય કાર્ય:મહેસાણાના નિજાનંદ ગ્રુપ દ્વારા જરુરિયાંતમંદ બાળકો અને માનસિક વિકલાંગ લોકોમાં 500 જોડી ચપ્પલ વિતરણ કરાયા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માણસો સાથે સાથે પશુ પક્ષીઓ ની પણ સેવા કરવા તત્પર રહેતું ગ્રુપ

મહેસાણા જિલ્લામાં સેવાકીય સંસ્થાઓનો ભંડાર ભરેલો છે જેમાં અનેક સંસ્થાઓ દ્વારા પોતાની યથાશક્તિ પ્રમાણે લોકો ની સેવા અવિરત કરતા નજરે પડતા હોય છે. જેમાં મહેસાણા શહેરમાં પણ નિજાનંદ ગ્રુપ પ્રકૃતિમંડળ દ્વારા જરૂરિયાત મંદ બાળકો અને માનસિક વિકલાંગ લોકોને 500 જોડ થી વધુ ચપલો નું વિતરણ કરી પરિવાર ની ખોટ પુરી રહ્યા છે.

મહેસાણા નિજાનંદ ગ્રુપે લોકોની અને પશુ પક્ષીઓની અણમોલ સેવા કરી ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે. જેની નોંધ જિલ્લા સુધી લેવાતી હોય છે જેમાં આ ગ્રુપ અવનવી એક્ટિવિટી કરી જરૂરિયાત મંદ લોકો ને પરિવાર ની જેમ સાચવી ખૂટતી વસ્તુઓ પુરી પાડી આપે છે. નિજાનંદ ગ્રુપના કૌશિક રાવલ અને તેમની ટીમ દ્વારા શહેરી વિસ્તારોમાં તો સેવાકીય કામગીરી કરી રહ્યા છે. પરંતુ જિલ્લા બહાર વસતા અને આશ્રમ માં પોતાનું જીવન પસાર કરતા વ્રુધો ની પણ મુલાકાત કરી જરૂરિયાત વસ્તુ, તહેવારો જેવા પ્રસંગો ઉજવવામાં આવે છે.

આ ગ્રુપ દ્વારા સિદ્ધપુર ખાતે આવેલ મંગલ જીવન ટ્રસ્ટ સેદ્રાના ખાતે જઈને ત્યાં રહેતા માનસિક વિકલાંગ વ્યક્તિઓ ને 500 જોડી ચપ્પલ અને બાળકો ને શૈક્ષણિક કીટ માં ચોપડા વિતરણ કરી સેવાકીય કાર્ય કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...