તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ઉત્તર ગુજરાતના 7 શહેરમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવાશે, 2 શહેરમાં ચાલુ રહશે

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસનગર,કડી,ડીસા,મોડાસા,રાધનપુર,પાલનપુર,અને હિંમતનગરમાં મુક્તિ અપાઈ,મહેસાણા-પાટણમાં ચાલુ

હવે કોરોનાની બીજી લહેર ઓછી થતાં સરકાર દ્વારા રાત્રે લદાયેલા નિયંત્રણો હળવા કાર્યા છે.ગુરુવારે મળેલી કોર કમિટીની બેઠમાં કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે.ઉત્તર ગુજરાતના વિસનગર,કડી,ડીસા,મોડાસા,રાધનપુર,પાલનપુર,અને હિંમતનગર શહેરને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે.જ્યારે મહેસાણા અને પાટણમાં રાત્રિ કર્ફયૂ ચાલુ રાખવા નિર્ણય કર્યો છે.27 મીથી રાત્રિ કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીનો કરાયો છે.લગ્ન પ્રસંગમાં 100 લોકો સુધી ઉપસ્થિત રહી શકશે અને અંતિમક્રિયા અને દફનવિધિમાં 40 લોકોને છૂટ અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...