તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં કોરોનાને લઈ રાહતના સમાચાર, આજે એકપણ કેસ નહીં

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં હવે ફક્ત 20 એક્ટિવ કેસ રહ્યા

મહેસાણા જિલ્લામાં કોરોનાના કેસને લઈ રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તો નવા દર્દી ડીસ્ચાર્જ પણ થયા નથી. હવે મહેસાણામાં ફક્ત 20 એક્ટિવ કેસ રહ્યા છે.

મહેસાણા જિલ્લામાં છેલ્લા બે મહિના કાળ સમાન સાબિત થયા હતા. જેમાં દિવસેને દિવસે કોરોના કૂદકે ને ભૂસકે વધી રહ્યો હતો ત્યારે સમગ્ર જિલ્લામાં બજારો સ્વૈચ્છિક પણે બંધ કરવાની ફરજ પડી જતી જે બાદમાં જિલ્લામાં છેલ્લા વિસ દિવસ થી કોરોના કેસો માં ઘટાડો નોંધતો રહ્યો છે. જેમાં આજે મહેસાણા જિલ્લા માં 0 કેસ ના નોંધાતા તંત્ર અને નાગરિકો એ પણ હાશકારો અનુભવ્યો હતો.

જિલ્લા માં આજે નવા 268 સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમજ જિલ્લા માં હજુ પણ 20 કેસ એક્ટિવ જોવા મળી રહ્યા છે. જેમાં ગઈ કાલે લીધેલા 474 સેમ્પલ જેનું રિઝલ્ટ આજ આવ્યું જેમાં તમામ સેમ્પલ નું રિજલ્ટ નેગેટિવ આવેલ છે અને અન્ય લેબ ખાતે એક પણ સેમ્પલ પોઝિટિવ આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...