તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલી મુલાકાત:નવનિયુક્ત કલેકટરે કહ્યું, મહેસાણા ડેવલપમેન્ટ વિસ્તાર અને ડેરીફાર્મ વૈશ્વિક ઓળખ છે, સર્વાગી વિકાસ મારું લક્ષ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કલેકટર ઉદીત અગ્રવાલનું અધિક નિવાસી કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, પ્રોબેશન આઇએએસ અધિકારીએ સ્વાગત કર્યું હતું. - Divya Bhaskar
કલેકટર ઉદીત અગ્રવાલનું અધિક નિવાસી કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, પ્રોબેશન આઇએએસ અધિકારીએ સ્વાગત કર્યું હતું.
  • જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ સાયકલિંગ અને ગિટારના શોખિન છે

નવનિયુક્ત જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે શુક્રવારે ચાર્જ સંભાળ્યો હતો. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની મુલાકાતમાં ક્યા ક્ષેત્ર ઉપર વિશેષ ધ્યાન આપશો તેવા સવાલમાં કહ્યું કે, એવું એકપણ ક્ષેત્ર નથી કે જેમાં વિકાસ કે પ્રગતિ ન થઇ શકે. સર્વાંગી વિકાસને પ્રાધાન્ય અપાશે. નવા કલેકટરને સાયકલિંગનો શોધ છે, સારી ગીટાર વગાડી જાણે છે. તેમની સાથે મુલાકાતના અંશો...

સવાલ : મહેસાણાથી કેટલા પરિચિત? જવાબ : પરિચય નથી, સમજીશું. સવાલ : કયાં વિશેષ ધ્યાન આપશો? જવાબ : તમામ ક્ષેત્રોમાં. એવું કોઇપણ ક્ષેત્ર નથી કે જેમાં વિકાસ અને પ્રગતિ ન થઇ શકે. મહેસાણા ડેવલપમેન્ટ વિસ્તાર છે. ડેરીફાર્મ વૈશ્વિક ઓળખ છે, એગ્રીકલ્ચર છે. સર્વાગી વિકાસમાં ધ્યાન અપાશે. સવાલ : આપનો શોખ? જવાબ : સાયકલિંગ, મોટરસાયકલ, ગાયકી, ગીટાર વગાડવી. સવાલ : કલેકટર અને કમિશ્નર બંને અનુભવ. જવાબ : હા, શહેરી વિકાસમાં અનુભવનો એડવાન્ટેજ. જિલ્લાની પાલિકા વિસ્તારોના વિકાસને પણ પ્રાધાન્ય રહેશે. ડેવલપ વિસ્તાર છે, સમજીને તમામ ક્ષેત્રોમાં વિકાસના પ્રયાસ રહેશે.

કલેકટર, ડીડીઓ અને કમિશ્નર ત્રણેનો અનુભવ
જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ મૂળ દિલ્હીના વર્ષ 2008ની બેચના આઇએએસ અધિકારી છે. આ અગાઉ ભરૂચમાં સુપર ન્યુમરેરી મદદનીશ કલેકટર, પાલિતાણામાં મદદનીશ કલેકટર, અમદાવાદ અને વલસાડમાં જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર અને પંચમહાલ જિલ્લા કલેકટર અને છેલ્લે રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે પોણા બે વર્ષ સુપેરે કામગીરી બજાવી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...