તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતા:મહેસાણાના નવનિયુક્ત કલેકટર ઉદિત અગ્રવાલે ભોંયતળિયે આવી દિવ્યાંગ અરજદારની રજૂઆત સાંભળી

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવ્યાંગની રજૂઆત સાંભળવા માટે ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ વ્યવસ્થા કરવા જણાવ્યું

મહેસાણા જિલ્લામાં નવનિયુક્ત કલેકટર ઉદિત અગ્રવાલે ચાર્જ સાંભળતાની સાથે જ પોતાની આગવી કામગીરી કરવાની પદ્ધતિની શરૂઆત કરી દીધી છે. જેમાં અગાઉ તેઓએ જણાવ્યું હતું કે, કલેકટર કચેરી ખાતે આવતા દિવ્યાંગ અને વયોવૃદ્ધ અરજદારો કે એ જો કલેકટર કચેરીના દાદર ના ચડી સકતા હોય એવા અરજદારો માટે કલેકટર કચેરીના ભોંય તળિયે અરજદારો ની રજુઆત સાંભળવા વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

મહેસાણા કલેક્ટર કચેરી ખાતે દાદર ચડ ઉતર ન કરી શકે એવા અશક્ત અરજદારો માટે ચોક્કસ સમય માટે ભોંયતળિયે જ બેઠક વ્યવસ્થા કરીને અધિકારી ત્યાં આવી ને રજુઆત મેળવે તેવા સંવેદનશીલ અભિગમ જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે શરૂઆત કરી દીધી છે. જેમાં કલેકટર કચેરીમાં રીક્ષામાં બેસીને આવેલા એક દિવ્યાંગ અરજદાર બહુમાળી ભવનમાં ડિઝાસ્ટર શાખા આગળ હોઈ ત્યાં સુધી કલેકટરે પહોંચી ને અરજદાર ની રજુઆત મેળવી હતી બાદ માં બપોરે દિવ્યાંગ વિકલાંગ દંપતી પોતાના નાના બાળક ની સાથે કલેકટર કચેરી આવી પહોંચ્યા હતા.

મહેસાણા શહેરમાં આવેલા લાખવડી ભાગોળના દિવ્યાંગ લક્ષ્મીબેન ગૌતમભાઈ રાવળ તેમના પતિ અને બે બાળકો સાથે કચેરી સંકુલ આવી પહોંચ્યા હતા તેમણે કહ્યું હતું કે બે વર્ષથી રહેણાક મકાન માટે જમીનની અરજી કરી હતી જે હાલ ભાડા ના મકાનમાં ગુજારો કરીએ છીએ. અહીંયા ગાર્ડ દ્વારા કલેકટરને આ અંગે જાણ કરાતા બાદમાં કલેકટર ઉદિત અગ્રવાલ ખુદ નીચે આવી વિકલાંગ દંપતી ને ખુરશી આપી બેસવાની વ્યવસ્થા કરી આપી હતી અને ખુદ AC ની કેબીન છોડી ભીયતળિયે આવીને અરજદાર ની રજુઆત સાંભળી હતી અને લેખિત અરજી ની મોબાઈલ માં ફોટો કોપી મેળવી સંબંધિક કચેરી ના અધીકાર ને ચકાસણી માટે મોકલી અપાઈ હતી.

જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ ની આ અનોખી કામગીરી એક પ્રેરણારુપ બની છે તેમજ હાલ માં મહેસાણા જિલ્લા ના અરજદારો માં જિલ્લા કલેકટર ની આ કામગીરી થી ખુશી ની લહેર છવાઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...