તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરાહનીય:મહેસાણા શહેરમાં રિક્ષામાં ગુમ થયેલી બેગ નેત્રમ શાખાએ CCTVની મદદથી ગણતરીના કલાકોમાં શોધી આપી

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદી રિક્ષામાં બેસી બજારમાં ખરીદી કરવા ગયા અને રિક્ષામાં બેગ ભૂલ્યા
  • કમાન્ડ કન્ટ્રોલમાં જાણ કરાતા બેગ મળી આવી

મહેસાણા જિલ્લામાં ગુનાહિત પ્રવૃતિઓ અને ગુનેગારોને શોધવા માટે મહેસાણા ખાતે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ નેત્રમ શાખા દ્વારા સીસીટીવી મારફતે સમગ્ર મહેસાણા શહેર પર નજર રાખવામાં આવી રહી છે જેમાં આજે શહેરમાં એક મુસાફર રિક્ષામાં બેસી બજારમાં ખરીદી કરવા ગયા ત્યારે રિક્ષામાં ભૂલી જતા પોલીસને જાણ કરાઈ હતી, ત્યારબાદ નેત્રમ શાખા દ્વારા સીસીટીવી મારફતે બેગ શોધી આપી અરજદારને સોંપવામાં આવી હતી.

મહેસાણાના માનવ આશ્રમ વિસ્તારમાં રહેતો ચિરાગ નામનો યુવાન પોતાની બેગ લઈને ને શહેરમાં ખરીદી કરવા આવ્યો હતો. ખરીદી કર્યા બાદ રંજનના ઢાળ પાસે આવીને ઘરે જવા માટે રિક્ષામાં બેસી પોતાના ઘરે જવા નીકળ્યો હતો, ઘરે આવ્યા બાદ જાણવા મળ્યું કે, બેગ રિક્ષામાં ભૂલી ગયો છે. જેથી આસપાસ રિક્ષાની તપાસ કરતા રિક્ષા ન મળતા આખરે તેણે પોલીસમાં જાણ કરી હતી. ત્યારબાદ કમાન્ડ કંટ્રોલના ઇન્ચાર્જ પી.એસ.આઈ, સી.એચ.જોષી અને એમની ટીમને જાણ થતાં તેઓએ શહેરમાં લાગેલા સીસીટીવી તપાસ કર્યા હતા

તપાસ બાદ એક (GJ-02-YY-3468) નંબરની રિક્ષા સીસીટીવી તપાસ કરતા મળી આવી હતી, જેથી ટીમે રિક્ષા ચાલકનો સંપર્ક કરી તેની રિક્ષા ચેક કરી હતી. તપાસ દરમિયાન શીટની પાછળના ભાગે એક બેગ પડેલી જોવા મળતા ટીમે બેગ અને તેમાં રહેલા જરૂરી ડોક્યુમેન્ટ અરજદારને ગણતરીના કલાકમાં શોધી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...