વિવાદ:પાલાવાસણામાં પાણી ભરવા બાબતે પાડોશીઓ બાખડયાં, 2 ઘાયલ થયા

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઘરની બારીના કાચ ફોડ્યા, બંને પક્ષે બે મહિલા સહિત 5 સામે ગુનો

મહેસાણા પાસે પાલાવાસણામાં પાણી ભરવા બાબતે બે પાડોશીઓ બાખડતાં સામસામે ફરિયાદ નોંધાઇ છે. પાલાવાસણામાં અમીપુરા સોસાયટીમાં રહેતાં લીલાબેન પોપટજી ઠાકોર ઘરની બહાર ચોકડીમાં પીવાનું પાણી ભરતા હતા. ત્યારે પડોશી મફાભાઈ રબારીએ તું પાણી ભરવાનું બંધ કર અમારા ઘરે પાણી આવતું નથી કહેતાં લીલાબેને ચરૂડી ભરીને બંધ કરું છું તેમ કહેતાં મફાભાઈએ લીલાબેનને અપશબ્દો બોલી ચોકડીમાં પડેલું લાકડાના હાથાવાળું પોતુ માથામાં મારી ઇજા પહોંચાડી હતી.લીલાબેન ઠાકોરે મફાભાઈ રબારી અને તેમના દીકરા કરણ રબારી સામે ફરિયાદ નોંધાવી હતી.

સામાપક્ષે સીતાબેન મેવાભાઈ રબારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ઘરે હતા ત્યારે મણાભાઈ રબારીએ કહ્યું કે સોસાયટીના બધા લોકો મોટર ચાલુ કરતા હોઇ પાણી આવતું નથી ત્યારે મફાભાઈએ પાડોશી લીલાબેન ઠાકોર કહ્યું હતું કે તમે હાલ મોટર ચાલુ ન કરો મારે પાણી આવતું નથી. ત્યારે લીલાબેને મોટર બંધ નહીં થાય તેમ કહી અપશબ્દો બોલતાં હતા.

તે સમયે તેમનું ઉપરાણું લઈને આવેલા તેમનાં દીકરા લાલાભાઇ ધોકો લઈને મારવા આવતા ધોકો લીલાબેન વચ્ચે આવતા માથામાં વાગ્યો હતો. આ તકરારમાં લીલાબેનની દીકરી પૂજા અને દીકરા લાલાભાઇએ સીતાબેનના ઘરની બારીઓના કાચ તોડી નાખ્યા હતા. સીતાબેને આ અંગે લીલાબેન પોપટજી ઠાકોર, લાલાભાઇ પોપટજી ઠાકોર, પૂજાબેન પોપટજી ઠાકોર સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...