હુમલો:મહેસાણા શહેરના આંબેડકર ચોકમાં બમ્પ તોડી પાડવા મામલે પાડોશીઓ વચ્ચે માથાકૂટ

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ શખ્સોએ એકને માર મારતા ફરિયાદ નોંધાઇ

મહેસાણા શહેરમાં આવેલા કસ્બા વિસ્તારના આંબેડકર ચોકમાં નજીવી બાબતે બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી. જેમાં ત્રણ લોકોએ એકને માર માર્યો હતો. જે મામલે ઇજા પામેલા ફરિયાદીએ પોતાની બાજુમાં રહેતા ત્રણ શખ્સ સામે મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણા શહેરમાં આવેલા કસ્બાના આંબેડકર ચોકમાં આવેલા સર્વોદય મહોલ્લામા ગઈકાલે મહેસાણા પાલિકાએ ફરિયાદી બકુલ મકવાણાના ઘર પાસે બમ્પ બનાવ્યો હતો. જે બમ્પ ફરિયાદીના પાડોશમાં રહેતા મુકેશ રાઠોડ, વિપુલ રાઠોડ અને દશરથ રાઠોડ નામના શખ્સઓ બમ્પ તોડી પાડ્યા બાદ ફરિયાદીના પરિવાર સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા.

બાદમાં મામલો ઉગ્ર બનતા પડોશમાં રહેતા ત્રણ શખ્સોએ ફરિયાદીના માથે પાવડો મારતા ફરિયાદી લોહીલુહાણ બન્યો હતો. બાદમાં તેણે સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હુમલો કરનાર ત્રણ શખ્સ વિરુદ્ધ મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...