વિવાદ:મેડાઆદરજ ચરેડીપુરામાં પડોશી બાખડ્યા, 4ને ઇજા

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બંને પક્ષે બાવલુ પોલીસમાં 5 સામે ફરિયાદ

કડીના મેડાઆદરજ ચરેડીપુરામાં બે પડોશીઓ અપશબ્દો બોલવા બાબતે બાખડતા 4 ને ઇજાઓ પહોંચી હતી. આ મામલે બંને પક્ષે બાવલુ પોલીસ મથકે સામસામે કુલ 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પ્રથમ ફરિયાદ મુજબ, ગાભાભાઇ સોમાભાઇ દેવીપૂજક 8 મે ના રોજ ઘરે હાજર હતા.

ત્યારે તેમના ઘરની સામે રાહેતા ભાવેશભાઇ ભરતભાઇ દંતાણી અપશબ્દો બોલી ગાભાભાઇ પર એંગલ વડે હુમલો કર્યો હતો. તેમજ જયેશભાઇ ભરતભાઇ દંતાણી અને સુનિલભાઇ પ્રતાપભાઇ દંતાણીએ પણ ગાભાભાઇને બેઠો માર માર્યો હતો.

બીજી ફરિયાદ મુજબ, જયેશભાઇ ભરતભાઇ દંતાણી 8 મે ના રોજ ભાઇ અને માતા સાથે વાતચીત કરી રહ્યા હતા. ત્યારે લાલાભાઇ દંતાણી અને તેમના પિતા ગાભાભાઇએ ઘરે આવી જયેશભાઇને પાઇપ મારી હતી. વચ્ચે પડેલા તેમના ભાઇઅને માતાને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...