તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:મહેસાણામાં ગાળો બોલવાની ના પાડતા પાડોશીએ તલવારથી હુમલો કર્યો, ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

મહેસાણા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાડોશીએ ગાળો બોલવાની ના પાડતા બે ભાઇઓએ પાડોશી પર હુમલો કર્યો

મહેસાણા શહેરના વિસ્તારમાં એક ઈસમ બાજુના મહોલ્લામાં રહેતા અન્ય યુવાનને ગાળો બોલતો હતો. જેથી તેની બાજુમાં રહેતા એક યુવાને ગાળો બોલવાની ના પાડતા ઈસમ ઉશ્કેરાઈ જઈને ભાઈ સાથે મળી પડોસમાં રહેતા યુવાન પર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.

મહેસાણાના લખવાડી ભાગોળ વિસ્તારમાં આવેલા રાવળવાસમાં રહેતા રાવળ રવિ નામનો ઈસમ બાજુના માહોલમાં આવેલા ઠાકોર વાસમાં ગાળો બોલતો હતો. એ દરમિયાન રાવળવાસમાં રહેતા અને મસાલાનો વેપાર કરતા રાવળ ચેતને ગાળો બોલી રહેલા રવિને આમ ખુલે આમ ગાળો બોલવાની ના પાડી હતી. તે દરમિયાન રવિ ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ રાવળ ચેતનને મારવા માટે ઘરમાં પડેલ તલવાર લઈને આ ઈસમે કમરના ભાગે મારતા ઈસમ ઘાયલ થયો હતો. તેમજ રવિનો ભાઈ અજય તેનું ઉપરાણું લઈને હાથમાં રહેલો ધોકો લઇને મારમારી માર્યો હતો. જેથી ઈસમ ઘાયલ થઈ ગયો હતો. જેથી તેને સારવાર અર્થે રીક્ષામાં બેસાડી મહેસાણા સિવિલ ખસેડાયો હતો. ત્યાર બાદ વધુ સારવાર અર્થે યુવકને અમદાવાદ સિવિલમાં રીફર કરાયો હતો. જેથી ઘાયલ થયેલા યુવકે હુમલો કરનાર પાડોશી સામે મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો