તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શૈક્ષણિક:મહેસાણા-પાટણમાં શાળા-કોલેેજોમાં NCC શરૂ કરાશે

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 ગુજરાત બટાલિયન દ્વારા અરજીઓ સ્વીકારવાનું શરૂ

7 ગુજરાત બટાલિયન એન.સીસી દ્વારા મહેસાણા અને પાટણ જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ NCC શરૂ કરવા ઇચ્છતી હોય તેમના માટે તક પૂરી પાડતી પ્રક્રિયા શરૂ કરી છે..જેમાં મહેસાણા રામોસણા ચોકડીએઆવેલ બટાલિયનની કચેરીએ અરજીઓ સ્વીકારવાનું શરૂ કરાયું છે.

7 ગુજરાત બટાલિયન એન.સી.સીના સૂત્રોએ કહ્યુ કે, શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ એન.સી.સી પ્રવૃત્તિ સાથે જોડાયા હોય છે.અત્યારસુધી મહેસાણા અને પાટણ જિલ્લામાં 25 શાળાના 1500 કેડેટ્સ વિદ્યાર્થીઓ અને 15 કોલેજના 960 કેડેટ્સ વિદ્યાર્થીઓ મળીને કુલ 2460 કેડેટ્સ NCCમાં છે. બે દાયકા પછી સાંતલપુર તાલુકા માટે 660 NCC કેડેટ્સની જગ્યા અને મહેસાણા અને પાટણ જિલ્લામાં કોલેજો માટે 160 અને સ્કૂલો માટે 100 જગ્યા મંજૂર થઇ છે.

અન્ય સમાચારો પણ છે...