તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી સિદ્ધિ:મહેસાણાના વિકલાંગ નવનીતભાઇ પટેલ 600 કિલોમીટર સાયકલિંગ 38.45 કલાકમાં પૂર્ણ કરી સુપર રેન્ડોનિયર્સ બન્યા

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાનપણથી જમણા પગે પેરાલીસીસની અસર ધરાવતા નવનીત ભાઈએ કહ્યું કે આજે સફળતાપૂર્વક સાયકલિંગ પૂર્ણ થતા ફીલગુડ અનુભવુ છુ.

શારિરીક ખોડખાંપણ કે વિકલાંગતા માણસને લાચાર અને પાંગળો બનાવી દે છે એ વાત મહેસાણાની ઇન્ડીયન સાયકલ ક્લબના નવીનભાઇ પટેલે ખોટી પાડી છે. અડગ મનના નવનીતભાઇએ અથાગ પ્રયાસ કરીને ક્લબ આયોજીત 600કી.મીની બીઆરએમ સફળતાપૂર્વક પૂર્ણ કરી અને ફ્રાન્સ દ્વારા અપાતુ સુપર રેન્ડોનિયર્સ(એસ.આર)નું બિરૂદ પ્રાપ્ત કરનાર પ્રથમ દિવ્યાંગ સુપર રેન્ડોનિયર્સ બન્યા છે.

એસ.આરનું બિરૂદ મેળવવા માટે કરવી પડતી 200 કી.મી, 300 કી.મી અને 400 કી.મીની સાયકલીંગ મહેસાણાના પરા પાટીદાર નગરમાં રહેતા નવીનભાઇએ નવેમ્બર અને ડિસેમ્બરમાં કરી ચૂક્યા છે.બાકી રહેલી 600 કી.મી(મહેસાણા-પાલી-મહેસાણા)ની બીઆરએમ માટે કલબના નવનીત ભાઈ સહિત 25 જણા સાયકલીસ્ટ શુક્રવારે સવારે છ વાગ્યે નિકળ્યા હતા.40 કલાકમાં પૂર્ણ કરવાની 600 કિમીની સાયકલિંગ નવનીતભાઇએ 38 કલાક અને 45 મિનિટ માં જ પૂર્ણ કરી છે.

નવનીતભાઇ પટેલની આ સિધ્ધિથી ઇન્ડીયન સાયકલ ક્લબનું નામ રોશન થયાનું ગૌરવ અનુભવ્યુ હતું.અત્રે ઉલ્લેખનિય છેકે તેઓ ઇન્ડીયન સાયકલ ક્લબના પ્રથમ દિવ્યાંગ એસ આર થયા છે . રવિવારે રાત્રે 8:45 કલાકે રાધનપુર ચોકડી સાયકલિંગ કરી આવતા નવનીતભાઈ સહિત નિતીન ને ક્લબના મેમ્બરોએ ફૂલહારથી વધામણા કર્યા હતા. નાનપણથી જમણા પગે પેરાલીસીસ ની અસર ધરાવતા નવનીત ભાઈએ કહ્યું કે લાંબા સમયથી પ્રેકટીસ કરતો હતો અને આજે સફળતાપૂર્વક 600 કિલોમીટર સાયકલિંગ પૂર્ણ થતા ફીલગુડ અનુભવુ છુ.

દિવ્યાંગ નવનીતભાઇએ ગત વર્ષે યોજાયેલ આ જ સ્પર્ધામાં ભાગ લીધો હતો પરંતુ 200 અને 300 કી.મી સફળતાપૂર્વક સાકલીંગ કર્યા બાદ 400 કી.મીની સ્પર્ધા પૂરી કરી શક્યા નહોતા. અસફળતાથી હતાશ થયા વગર સતત તેમણે પ્રેક્ટીસ ચાલુ રાખી અને ચાલુ વર્ષે તેમણે સપનુ સાકાર કર્યુ છે.અગાઉ નવનીતભાઇ મહેસાણાથી માઉન્ટ આબુ અને રણુજા સાયકલીગથી ગયા છે.વર્ષ 2019માં માચલપ્રદેશના દુર્ગમ સ્પીતીવેલીમાં બુલેટરાઇટમાં પણ ભાગ લીધો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો