અલવિદા નટુકાકા:નટુકાકા જ્યારે પણ મહેસાણા આવતા ત્યારે ઉચરપી રોડના પોતાના ફ્લેટમાં રોકાણ કરતા, છેલ્લે 9 મહિના પહેલા આવ્યા હતા

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહેસાણા આવતા એટલે આ ફ્લેટ માં રોકાતા હતા નટુકાકા - Divya Bhaskar
મહેસાણા આવતા એટલે આ ફ્લેટ માં રોકાતા હતા નટુકાકા
  • પાડોશીઓ સાથે પરિવાર ની જેમ સમય પસાર કરતા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ નટુકાકાનું 77 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લા એક વર્ષથી કેન્સરની બિમારીનો સામનો કરી રહ્યા હતા. નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક મૂળ મહેસાણા જિલ્લાના ઊંઢાઇ ગામના વતની છે. નટુકાકા જ્યારે પણ મહેસાણા આવતા ત્યારે પોતાના ફ્લેટમાં રોકાણ કરતા. 9 મહિના પૂર્વે તેમણે મહેસાણાની મુલાકાત કરી હતી.

મહેસાણા શહેરમા ઉચરપી રોડ પર આવેલ શ્રીજી શરણ રેસિડેન્ટમાં D બ્લોક માં પ્રથમ માળે નટુકકા એ થોડા વર્ષ અગાઉ ફ્લેટ પણ ખરીદ્યો હતો. મુંબઇ થી જ્યારે પણ મહેસાણા આવતા ત્યારે મહેસાણામાં પોતાના ફ્લેટમાં જ રોકાણ કરતા. નટુકાકના પાડોશમાં જ રહેતા હિતેષ ભાઈ પંચાલ અને હર્ષ ભાઈ દરજીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, છેલ્લી વાર નટુકકા નવ મહિના પહેલા આવ્યા હતા અને એક અઠવાડિયા જેટલો સમય અહીંયા પસાર કર્યો હતો. વધુ માં જણાવ્યું હતું કે જ્યારે પણ ફ્લેટ મા રોકવા આવતા ત્યારે તેઓ ફ્લેટ ના દરેક મેમ્બર ને મળતા અને પરિવાર ની જેમ તેઓ વાર્તાલાપ કરતા અને પાડોશીઓ ની ખબર અંતર પણ પૂછતાં.

ઘનશ્યામ નાયક એટેલ નટુકાકા જ્યારે મહેસાણા આવતા ત્યારે તેઓ પોતાના સમ્પર્ક મા રહેલા તમામ લોકો ની મુલાકાત કરતા અને તેઓના ઘરે જમવા પણ જતા.નટુકાકા બાળકો પ્રત્યે લાગણીશીલ હતા પોતાના ફ્લેટ ની બાજુમાં આવેલ પાડોશી ના બાળકો સાથે પણ રમતા અને ફોટો પડાવતા.જો કે, હવે તેઓ ક્યારેય પોતાના આ નિવાસે પરત નહીં ફરે.

અન્ય સમાચારો પણ છે...