કાર્યક્રમ:ગણપત યુનિવર્સિટીમાં નેશનલ‎ સિમ્પોસીઝમનું આયોજન કરાયું‎

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 13 સં શોધકોએ સંશોધન પત્રો રજુ કર્યા‎

મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, ગણપત યુનિવર્સિટી દ્વારા રિસેન્ટ ટ્રેન્ડસ ઇન મેથેમેટિકલ સાયન્સ વિષય ઉપર રાષ્ટ્રીય સિમ્પોઝિયમનું આયોજન કરાયું હતુ. ગણિત વિષયમાં વર્તમાન વિકાસ પર પ્રકાશ પાડવા અને ગણિતના સંશોધકો અને વિદ્યાર્થીઓને તેમના વિચારોને એક સામાન્ય ઉપરથી પ્રસ્તુત કરવાના હેતુથી, ગણપત યુનિવર્સિટીના મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સીસ દ્વારા એક દિવસીય રાષ્ટ્રીય સિમ્પોઝિયમનું આયોજન કરાયું હતું.

આ પરિસંવાદમાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ડૉ. ગણપતભાઈ આઈ. પટેલ, ડૉ. વિઠ્ઠલભાઈ પટેલ (એમેરિટસ પ્રોફેસર, હમ્બોલ્ટ સ્ટેટ યુનિવર્સિટી, યુએસએ), પ્રો. (ડૉ.) બિરેન્દ્ર સિંહ બિષ્ટ, (પ્રેસિડેન્ટ, FAI) વી.પી. સક્સેના, (સ્થાપક પ્રમુખ, GAMS), પ્રો. એમ. લેલીસ થિવાગર, (વાઇસ પ્રેસિડેન્ટ- FAI), બ્રિગેડિયર પ્રવીણ કુમાર, (એકેડેમિક સેક્રેટરી, FAI) ડૉ. પી. જી. સિધ્ધેશ્વેર (પ્રોફેસર, ગણિત વિભાગ, ક્રાઈસ્ટ યુનિવર્સિટી, બેંગ્લોર) ડૉ. એ. કે. સિંહ (પ્રોફેસર, ગણિત વિભાગ, વિજ્ઞાન સંસ્થા, બનારસ હિન્દુ યુનિવર્સિટી , વારાણસી) ડૉ. વી. એચ. પ્રધાન (પ્રોફેસર, એસવીએનઆઈટી, સુરત) ડૉ. જયેશ ધોડિયા (પ્રોફેસર,એસવીએનઆઈટી , સુરત), પ્રો. પ્રદીપ ઝા (રિટાયર્ડ પ્રોફેસર , એમ.જી. સાયન્સ કોલેજ, અમદાવાદ), ડૉ. એસ. એસ. પંચોલી, (એક્ઝિક્યુટિવ ડીન, ફેકલ્ટી ઑફ સાયન્સ એન્ડ ફેકલ્ટી ઑફ ફાર્મસી, ગણપત યુનિવર્સિટી), ડૉ. અજય ગુપ્તા (ડિરેક્ટર, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ગણપત યુનિવર્સિટ), અને ડૉ. અમિત પરીખ, (ડીન સાયન્સ ફેકલ્ટી, પ્રિન્સિપાલ-MUIS) ઉપસ્થિત રહ્યા હતા. 13 સં શોધકોએ તેમના સંશોધન પત્રો રજુ કર્યા હતા. .

અન્ય સમાચારો પણ છે...