લોક અદાલતનું આયોજન:12મી નવેમ્બરે મહેસાણામાં અને તમામ તાલુકાની કોર્ટોમાં નેશનલ લોક અદાલત યોજાશે

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય કાનૂની સેવ સત્તા મંડળ,ન્યુ દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ,અમદાવાદની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા અદાલત રાજમહેલ મહેસાણામાં તથા તાલુકા કક્ષાએ તમામ તાલુકા કોર્ટોમાં તારીખ 12 નવેમ્બરના રોજ સવારે 10.30 કલાકથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. આ લોક અદાલતમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો,મોટર એક્સીડન્ટ ક્લેઇમ પીટીશન,નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ ના ચેક રિટર્નના કેસો,ભરણપોષણના કેસો,ફેમીલી કેસો,જમીન વળતરના કેસો,મજૂર કાયદાને લગતા કેસો,મહેસુલી તકરારના કેસો,વીજ તથા પાણી બીલ(ચોરી સિવાયના) કેસો,ભાડાના,બેંક વસુલાત,સુખાધીકાર હક્ક,મનાઈ હુકમ,દેવ વસુલાતને લગતા દિવાની તકરારના કેસો તથા અન્ય પ્રકારના સમાધાનલાયક કેસો મુકી શકાશેજેની જાહેર જનતાને તથા તમામ પક્ષકારોને જાણ કરવામાં આવે છે.

અનેક કેસોનું સમાધાન કરાશે
વધુમાં જે સંબંધકર્તા ઇસમો પોતાના પેન્ડિંગ કેસો લોક અદાલતમાં મૂકવા ઇચ્છુક હોય તો સબંધિત કોર્ટનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,મહેસાણા અથવા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિનો તા.9 નવેમ્બર સુધી કે તે પહેલા સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. વધુમાં જણાવવામાં આવે છે કે,કાનૂની સેવા સત્તા મંડળ,અધિનિયમના નિયમ-21 હેઠળ લોક અદાલતમાં કેસોનું સમાધાન અથવા પતાવટ થયેલ હોય તેવા કેસોમાં કોર્ટ ફી રિફંડ કરી શકાશે જેની ખાસ નોંધ લઈ સબંધકર્તા તમામ પક્ષકારોને તેઓના કેસો લોક અદાલતમાં મુકવા અને સુખદ નિરાકરણ લાવવા આગ્રહભરી વિનંતી કરવામાં આવે છે એવું એમ.એ.શેખ સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...