લોક અદાલતનું આયોજન:મહેસાણા જિલ્લામાં નેશનલ લોક અદાલત 11 ફેબ્રુઆરીના રોજ યોજાશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ ન્યુ દિલ્હી, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહેસાણા દ્વારા જિલ્લા અદાલત મહેસાણા તેમજ તાલુકા કક્ષાએ તમામ તાલુકા કોર્ટોમાં 11 ફેબ્રુઆરીના રોજ સવારે 10 કલાકથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવનાર છે.

આ નેશનલ લોક અદાલતમાં સમાધાનપાત્ર ફોજદારી કેસો, મોટર એક્સીડન્ટ ક્લેઇમ પીટીશન, નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 ના ચેક રીટર્નના કેસો,ભરણ પોષણના કેસો,ફેમીલી કેસો,જમીન વળતરના કેસો ,મજૂર કાયદાને લગતા કેસો, મહેસુલી તકરારના કેસો, વીજ તથા પાણી બિલ (ચોરી સિવાયના) કેસો, ભાડાના,બેન્ક વસુલાતના,સુખાધીકાર હકક,મનાઇ હુકમ,દેવા વસુલાતને લગતા દિવાની તકરારના કેસો તથા અન્ય પ્રકારના સમાધાન લાયક કેસો મુકી શકાશે

જે સંબધન કર્તા વ્યક્તિઓ પોતાના પેન્ડીંગ કેસો લોક અદાલતમાં મુકવા ઇચ્છુક હોય તેઓએ સંબધિત કોર્ટનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહેસાણા અથવા તાલુકા કક્ષાએ તાલુકા સેવા સમિતિનો 9 ફેબ્રુઆરી સુધી સંપર્ક કરવાનો રહેશે તેમજ કાનૂની સેવા સત્તા મંડળ અધિનિયમના 21 હેઠળ લોક અદાલતમાં કેસોનું સમાધાન અથવા પતાવટ થયેલ હોય તેવા કેસોમાં કોર્ટ રીફંડ કરી શકાશે જેથી આ પ્રકારના તમામ કેસો લોક અદાલતમાં મુકવા અને સુખદ નિરાકરણ લાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...