તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી કાપ:મહેસાણા શહેર સહિત જિલ્લાના 115 ગામોમાં આજથી બે દિવસ નર્મદાનું પાણી નહીં મળે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંપની સફાઈ કરવાની હોવાથી આજે અને આવતીકાલે પાણી કાપ મૂકાયો

મહેસાણામાં આજે અને આવતીકાલે મહેસાણા શહેર અને આજુબાજુ ના 115 ગામડાઓમાં પાણી નો કાપ રહેશે. ગુજરાત પાણી પુરવઠા યોજનાના દેદીયાસણ ક્લિયર વોટર હેડવર્કસ ખાતે આજે અને આવતીકાલે એમ બે દિવસ ભૂગર્ભ સંપની સફાઈની કામગીરી ચાલી રહી હોવાથી બે દિવસ પાણી નહીં મળે.

મહેસાણા શહેર અને જોટાણા તાલુકાના 115 ગામમાં નર્મદા પાણી સપ્લાય હંધ રહેશે. હેડ વર્કસ ખાતે આજે સફાઈ કામગીરી પૂર્ણ થયા બાદ નર્મદા પાણી રાબેતા મુજબ શરૂ થશે. આજે દેદીયાસણ ખાતે આવેલા ભૂગર્ભ સંપની સફાઈ કામગીરી ચાલી રહી હોવાથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણી કાપ મુક્યો છે. આજે અને કાલે નર્મદા પાણીનું સપ્લાય બંધ રાખી સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. જ્યારે ગુરુવારે પાણીનો સપ્લાય શરુ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...