તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:મહેસાણા શહેરમાં આજે સવારથી નર્મદાનું પાણી રાબેતા મુજબ મળશે

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેદરડા પાસે લીકેજ રિપેર કરવા આખી રાત કામગીરી ચાલી
  • કેટલાક વિસ્તારોમાં બૂમ પડતાં ટેન્કરથી બોરનું પાણી પહોંચાડાયું

મોઢેરાથી દેદિયાસણ નર્મદાના રો વોટરની પાઇપ લાઇન દેદરડા ગામ નજીક લીકેજ થતાં પાણી પુરવઠા વિભાગની ટીમોએ સોમવારે આખી રાત કામ કરી રિપેર કરી દેતાં બુધવાર સવારથી મહેસાણા શહેરને નર્મદાનું પાણી રાબેતા મુજબ મળતું થશે. ઉલ્લેખનિય છે કે, શહેરમાં સોમવાર સાંજ અને મંગળવારે આખો દિવસ માલ ગોડાઉન સિવાયના વિસ્તારોમાં નર્મદાનું પાણી બંધ રહ્યું હતું.

મહેસાણા શહેરમાં રાધનપુર ગંદાનાળા પાણીની મેઇન લાઇન શિફ્ટિંગમાં નર્મદાના પાણીનો સપ્લાય તા. 3થી 5 એમ ત્રણ દિવસ બંધ રખાયો હતો. રવિવારે નર્મદાનું પાણી શહેરીજનોને અપાયું ત્યાં સોમવારે બપોરે દેદરડા નજીક લીકેજ થતાં બે દિવસ ફરી મહેસાણા શહેરમાં નર્મદાનું પાણી બંધ રહેતાં પાલિકામાં વિવિધ વિસ્તારોમાં પાણીની બૂમ ઉઠી હતી.

મંગળવારે સવારે નર્મદાનું પાણી મેળવતા શહેરના વિસ્તારોમાં પાણી બંધ રહ્યું હતું. જ્યારે સાંજે માલ ગોડાઉન વિસ્તારમાં નર્મદાનું પાણી ચાલુ કરાયું હતું. આ સિવાયના વિસ્તારોમાં નર્મદાનું પાણી બંધ રહ્યું હતું. જોકે, બોરનું પાણી ન પહોંચ્યું હોય ત્યાં પાલિકાએ ટેન્કરથી બોરનું પાણી પહોંચાડ્યું હતું. મંગળવારે સવારે વોટર વર્કસમાં કેટલાકે રજૂઆત પણ કરી હતી. જોકે, સાંજે 5 વાગ્યાથી દેદિયાસણ સમ્પથી શહેરની ટાંકીઓમાં પાણી ભરવાનું શરૂ થતઇ ગયું હતું.

પાણી પુરવઠા બોર્ડના સૂત્રોએ જણાવ્યું કે, દેદરડા પાસે 1150 એમએમની રો વોટર લાઇનમાં લીકેજ રાતે મરામત કરાયું હતું. સવારે 9 વાગે વાલ્વ ખોલતાં પ્રેશરમાં એક ફૂટ દૂર નાનો હોલ નીકળ્યો હતો. લાઇન 15 વર્ષ જૂની છે. જેમાં નાનો હોલ રિપેર કર્યા પછી પાણી સપ્લાય ચાલુ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...