...જોજો આ રસ્તે જતા નહીં!:મહેસાણા-બહુચરાજી હાઇવે પર આસજોલ પાસે નર્મદા નહેરનો પુલ બેન્ડ થઈ જતાં વાહનવ્યવહાર બંધ કર્યો

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
નર્મદા કેનાલ પરના પુલના બીજા નંબરનો સ્પાન ડેમેજ થતાં વચ્ચેથી એક તરફ બેસી જતાં વાહન ચાલકો જોખમી બનતાં અવરજવર માટે બંધ કરાયો છે. - Divya Bhaskar
નર્મદા કેનાલ પરના પુલના બીજા નંબરનો સ્પાન ડેમેજ થતાં વચ્ચેથી એક તરફ બેસી જતાં વાહન ચાલકો જોખમી બનતાં અવરજવર માટે બંધ કરાયો છે.
  • સમારકામ પૂરું ના થાય ત્યાં સુધી 6 મહિના વાહનો માટે ડાયવર્ઝન અપાયું
  • ભારે વાહનોએ મહેસાણાથી વાયા મોઢેરા, કાલરી થઈ બહુચરાજી તરફ જવાનું રહેશે
  • નાનાં વાહનો મહેસાણા, આસજોલ ત્રણ રસ્તાથી રાંતેજ થઈ બહુચરાજી જઇ શકશે

મહેસાણા- બહુચરાજી સ્ટેટ હાઇવે પર આસજોલ ગામ નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ ઉપરનો પુલ વચ્ચેના ભાગે ડેમેજ થતાં તંત્ર દોડતું થયું હતું અને કોઇ દુર્ઘટના સર્જાય તે પહેલાં બુધવારે અધિક કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડી આ પુલને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો અને પુલનું સમારકામ પૂરું ન થાય ત્યાં સુધી ભારે અને નાના વાહનો માટે ડાયવર્ઝન અપાયું છે.

જાહેરનામું બહાર પાડી આ પુલને વાહન વ્યવહાર માટે બંધ કરાયો
અંદાજે 19-20 વર્ષ પહેલાં મહેસાણા- બહુચરાજી હાઇવે ઉપર આસજોલ ગામ નજીક નર્મદાની મુખ્ય નહેર ઉપર બાંધવામાં આવેલો પુલ છેલ્લા ઘણા સમયથી ડેમેજ હતો. પરંતુ ભારે વાહનોની અવરજવર ચાલુ રહેતાં તાજેતરમાં વચ્ચેના ભાગે બેન્ડ થઈ ગયો હતો. જેને પગલે બુધવારે અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાળાએ જાહેરનામું બહાર પાડી આ પુલને વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો.

પુલ સુધી 6 મહિના માટે બંધ કરવામાં આવ્યો
નર્મદાની મુખ્ય નહેર પર બાંધવામાં આવેલા પુલના બીજા ગાળામાં આવેલા બીમને નુકસાન થતાં ત્રણ મહિના પૂર્વે જ પુલ ડેમેજ થઈ ગયો હોવાથી સમારકામ માટે બંધ કરવા નર્મદા વિભાગ દ્વારા વહીવટી તંત્રને જાણ કરાઈ હતી. પુલમાં થયેલા નુકસાનથી અકસ્માત થવાની ભીતિને પગલે આખરે તંત્ર દ્વારા આ પુલનું જ્યાં સુધી સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી 6 મહિના માટે બંધ કરાવ્યો છે. આથી મહેસાણા- બહુચરાજી રોડ પરના વાહન વ્યવહારને ડાયવર્ઝન અપાયું છે.

વાહન વ્યવહાર માટે અપાયેલા ડાયવર્ઝનનો રૂટ

  • ભારે વાહનો માટે મહેસાણા થી વાયા મોઢેરા, કાલરી જંકશન થઈ બહુચરાજી અને પરત બહુચરાજીથી કાલરી, મોઢેરા થઈ મહેસાણા તરફ આવવાનું રહેશે.
  • નાનાં વાહનો માટે મહેસાણા થી આસજોલ ત્રણ રસ્તાથી રાંતેજ થઈ બહુચરાજી તેમજ બહુચરાજીથી ધનપુરા રોડ, આસજોલ થઈ મહેસાણા તરફ જવાનું રહેશે.
અન્ય સમાચારો પણ છે...