સજા:સગીરા પર દુષ્કર્મ કેસમાં નાનીદાઉના શખ્સને 10 વર્ષની સજા

મહેસાણા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા સ્પેશિયલ પોક્સો કોર્ટે ₹રૂ.20 હજાર દંડ તેમજ સગીરાને દોઢ લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ પણ કર્યો

જાનથી મારી નાખવાની ધમકી તેમજ લગ્ન કરવાની લાલચ આપી સગીરાને ભગાડી જઈ વારંવાર દુષ્કર્મ આચરનારા મહેસાણા તાલુકાના નાનીદાઉ ગામના આરોપીને દોષિત ઠેરવી મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે 10 વર્ષની સજા તેમજ રૂ. ₹રૂ.20 હજાર દંડ ફટકાર્યો હતો.

મહેસાણા પંથકમાં પરિવાર સાથે રહેતી 17 વર્ષની સગીરાને 29 મે 2021ના રોજ નાનીદાઉ ગામના ઠાકોર પિન્ટુજી ગોકાજી નામના 22 વર્ષના યુવાને ખેતરમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પણ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરતા યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે ચાર્જશીટ કર્યા બાદનો કેસ મંગળવારે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ નિર્મળભાઈ એસ. શાહની દલીલોને આધારે જજ એ.એલ. વ્યાસ દ્વારા આરોપી ઠાકોર પિન્ટુજી ગોકાજીને કસૂરવાર ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા અને અલગ અલગ કલમો હેઠળ ₹રૂ.20 હજાર દંડ ફટકાર્યો હતો.

આ કેસમાં સરકારી વકીલ દ્વારા 16 દસ્તાવેજી પુરાવા રજૂ કરી અને 13 સાહેદોને તપાસવામાં આવ્યા હતા. ભોગ બનનાર સગીરાને દોઢ લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ પણ કોર્ટે કર્યો છે. સમાજમાં નાની બાળકીઓ ઉપર અત્યાચાર વધતાં આરોપીને સજા ફટકારી કોર્ટે સમાજમાં દાખલો બેસાડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...