કાર્યવાહી:આરોપી ભાગી જવાના પ્રકરણમાં PSO બાદ નંદાસણ પીએસઆઇ પણ સસ્પેન્ડ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરજમાં નિષ્કાળજી બદલ PSI જે.એલ. બોરીચા સામે કાર્યવાહી
  • પ્રેમિકાની મદદથી લોકઅપમાંથી ભાગી છૂટેલો પ્રેમી હજુ પકડાયો નથી

ગત 3 જુલાઈના રોજ નંદાસણ પોલીસ મથકના લોકઅપમાંથી આરોપી ભાગી જતાં બેદરકારી મામલે મહિલા પીએસઓ બાદ શનિવારે પીએસઆઇ જે.એલ. બોરીચાને જિલ્લા પોલીસવડાએ સસ્પેન્ડ કરતાં પોલીસબેડામાં સોપો પડી ગયો છે. ઉલ્લેખનીય છે કે, અઠવાડિયા પૂર્વે ભાગેલો આરોપી હજી સુધી પણ પોલીસના હાથે ઝડપાયો નથી.

નંદાસણ પોલીસ મથકમાં ગત 3 જુલાઈના રોજ ભાગી ગયેલા બે પ્રેમીપંખીડાં વકીલ મારફતે હાજર થયાં હતાં. ત્યારે સગીર પ્રેમિકાને મહિલા પીએસઓએ પોતાની દેખરેખ હેઠળ રાખી હતી, જ્યારે અલ્પેશ રાવળ નામના પ્રેમીને પોલીસ લોકઅપમાં રખાયો હતો. રાત્રિ દરમિયાન મહિલા પીએસઓ સૂઈ જતાં ડ્રોવરમાંથી ચાવી કાઢી સગીર પ્રેમિકાએ લોકઅપનું તાળું ખોલી પ્રેમીને ભગાડી મૂક્યો હતો.

આ મામલે પોતાની ફરજ પ્રત્યે નિષ્કાળજી દાખવનાર પીએસઓ નિકિતાબેનને ત્રણ દિવસ પૂર્વે જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ સસ્પેન્ડ કર્યા હતા. જ્યારે થાણા ઇન્ચાર્જ પીએસઆઇ જે.એલ. બોરીચા સામે તપાસ અને ઇન્કવાયરી શરૂ કરાયા બાદ શનિવારે સસ્પેન્ડ કરાયા હતા. પીએસઆઇ સસ્પેન્ડ કરતાં પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...