લાખોના દારૂનો મામલો:નંદાસણ પાસે 26 લાખના દારૂ સાથે ઝડપાયેલા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડી કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે ગઈકાલે નંદાસણ ચાદરડા પાટિયા પાસેથી દારૂ ભરેલ મીની ટ્રક ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન GJ16U8636 નંબરની મીની ટ્રકમાંથી પોલીસ તપાસ દરમિયાન 340 નંગ દારૂની પેટીઓ તેમજ છૂટક 241 નંગ બોટલો કુલ 16,561 બોટલો જેની કિંમત 16 લાખ 56 હજાર 100નો પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે એક મીની ટ્રક મળી કુલ 26 લાખ 57 હજાર 300 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સમગ્ર મામલે પોલીસે નંદાસણ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી રિમાન્ડની માંગણી કરી હતી. જોકે સમગ્ર મામલે કડી કોર્ટમાં વી.ડી.પટેલની કોર્ટમાં સરકારી વકીલ પરેશ કે. દવેએ દલીલ કરી હતી કે, જયપુર નજીકથી ઠેકા ઉપરથી બિન પરમીટ દારૂનો મુદ્દામાલ ભરવામાં આવેલ તેમજ આરોપી સુધી પહોચવા અને આરોપી બીજા કયા ગુન્હામાં સંડોવયેલા છે. તેમજ ગુન્હાના મૂળ સુધી પહોંચવા આરોપીને હાજર રાખી તપાસ કરવી જરૂરી હોવાની દલીલો સરકારી વકીલો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. જોકે કોર્ટે દલીલો ગ્રાહ્ય રાખી ઝડપાયેલા આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...