વરણી:મહેસાણા જિલ્લા યુવક કોંગ્રેસના હોદ્દેદારોના નામ જાહેર કરાયાં

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિ.પ્રમુખ તરીકે ગોઝારીયાના એલ.બી.ઠાકોરે સૌથી વધુ મતો મેળવ્યા
  • 19 જુલાઈથી 19 ઓગસ્ટ સુધી ઓનલાઈન ચૂંટણી યોજાઈ હતી

ગુજરાત યુવક કોંગ્રેસની 3 માસ અગાઉ યોજાયેલી ઓનલાઈન ચૂંટણીના પરિણામો સોમવારે જાહેર કરાયા હતા. જેમાં મહેસાણા જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકે ગોઝારીયાના એલ.બી.ઠાકોર ચૂંટાયા છે. જ્યારે જિલ્લામાં 2 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને વિધાનસભા પ્રમાણે યુવક પ્રમુખ જાહેર કરાયા છે. જિલ્લામાંથી 3 ઉમેદવારો પ્રદેશમંત્રી બન્યા છે. ઉલ્લેખનીય છે કે, 19 જુલાઈથી 19 ઓગષ્ટ દરમિયાન એક માસ સુધી ઓનલાઈન ચૂંટણી કરીને 19 સપ્ટેમ્બરે પરિણામો જાહેર કરાવાના હતા. પરંતુ, મુદત પૂર્ણ થયાના બે માસ બાદ પરિણામો જાહેર કરાયા હતા.

ચૂંટણીમાં 6 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં 13,462 મતો પૈકી ગોઝારીયાના એલ.બી.ઠાકોરને સૌથી વધુ 4432 મત મળતા જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી. ઉપપ્રમુખ કડીના બળવંત પટેલને 3866, ઉપપ્રમુખ જૈમિન બારોટને 3082, મહામંત્રી કિરણ દેસાઈને 664, મહામંત્રી મોહમ્મદ સૈયદને 629, મહામંત્રી શૈલેન્દ્ર ઝાલાને 355 મત મળ્યા હતા. જિલ્લામાંથી દિગ્વિજયસિંહ ગોહિલ, વાલુ દેસાઈ અને શૈલેષ રબારી પ્રદેશ મંત્રી તરીકે ચૂંટાયા હતા.

અન્ય સમાચારો પણ છે...